________________
૧૪]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
રહી ને પાછું દૂત સાથે કહેવડાવે છે કે “તારે આધીન છું” આ વખતે મનની મહોલાતોમાં ચંડપ્રદ્યોતન કઈ જગે પર હશે. હંમેશાં સ્ત્રી જાત એ ઘર બદલે પણ સ્નેહ બદલી શકતી નથી. કદાચ ધણને. સ્નેહ બદલાઈ જાય પણ બચ્ચાંને સ્નેહ તે પ્રાયઃ કદાપિ ભૂલી શકતી નથી. સ્ત્રીને પુત્ર પ્રત્યે હાર્દિકે સ્નેહ વિચિત્રદશાનો હોય છે. નાતરીયા નાતમાં પણ પોતાના છોકરા ઉપરથી પ્રીતિ ખસતી નથી. હું ત્યાં આવું તે છોકરી ઉદયનની શી વલે થાય? કયાં ઉજ્જયિની ને ક્યાં કૌસંબી માટે એનો બંદોબસ્ત કરે. રાજા બળ ઉપર મુસ્તાક છે. કાંટે નીકળી ગયું છે. જોઈતી વસ્તુ જીવતી છે. તે આવવા માટે પિતાને અભિલાષ પણ જણાવે છે, તેવી વખતે કાર્યને દૂર ન કરાય અને તેથી હર્ષભેર ઉજ્જયિનીથી ઈટ લાવી કૌશંબીને કીલે તૈયાર કરાવ્યો. ઉજજયિનીની કે ઠારમાંથી અનાજ, ભંડારોમાંથી ધન લાવી લાવીને કૌશંબીના કોષ અખૂટ કર્યા. આ બધું કર્યું તે કામની ચેષ્ટામાં કે કીડે બનેલું હશે ? આ બધું થઈ ગયું એટલે હવે મૃગાવતી સતીમાં એક્કો છે. ચેડા મહારાજાની સાતે પુત્રીઓ સતીઓ છે. તેમાંની આ મૃગાવતી છે. હવે શું કરવું? અહીં કિલે કરાવ્યું છે. ભંડાર, અનાજ, ઇંધણાદિ ભરાવ્યા છે. અંતે એક જ ઉપાય ચિંતવે છે કે ભગવાન પાસે હું દીક્ષા લઊં. લગન વખતે કરાર કરેલ તે દીક્ષા વખતે ગુટ્યો કે નહિં? મૃગાવતીએ વચન આપ્યું છે અને તે વચનના બળે ભંડાર-કોઠાર ભરાવ્યા છતાં મૃગાવતી સમજે છે કે જગતમાં સર્વનું બાધક ધર્મ છે પણ ધર્મનું બાધક જગતભરમાં કેઈ ન હોય. કામક્રીડાનું બાધક હોય તે ઘમ, પણ ધર્મને બાધક કોઈ ન હોય. આ સમજતી હોવાથી ભગવાન મહાવીર પધારે અને હું દીક્ષિત થઈ જાઊં. ચંડપ્રદ્યોતન ચૌદ રાજા સહિત આવેલ છે. ભક્તના મનોરથ જાણીને ભગવાન ત્યાં સુમેસર્યા. અરે ! વિશ્વાસઘાત કરાવનાર ચંડપ્રદ્યતનની મહેનતને માટીમાં મેળવનાર મહાવીર, તમારા હિસાબે ચંડપ્રદ્યતનની આખી મને રથ-મહેલાતને ચૂરી નાખનાર તે જ, મહાવીર. અરે ! તું વચન આપી ચૂકી છે તે તું કેમ ફરી જાય છે, એમ ભગવાન મહાવીરે મૃગાવતીને ન જણાવ્યું. તે વચન આપેલું