________________ - 42 એક વખત વિક્રમાદિત્ય ક્રીડાથે વનમાં ગયો હતો, ત્યાં સિદ્ધસેન સૂરીને આવતાં દીઠા–૭૨ તેને સર્વજ્ઞપુત્ર જાણીને રાજાએ મનથી જ નમરકાર કર્યો, તે ઉપરથી સૂરિએ હાથ ઊંચા કરી “ધર્મલાભ” કહ્યો-૪૭૩ વંદના મેં કરી નથી છતાં આપે “ઘર્મલાભ” કહ્યો એ શું ? અથવા યત્ર તત્ર એમ કહેવું એ આપનો રીવાજ છે? એમ વિક્રમાદિત્યે પૂ છયું ત્યારે સિદ્ધસેન બેલ્યો કે, હે ભૂપ! વંદના કરે તેનેજ આશિક્ દેવાય છે. -474-475. ત્યારે વિક્રમે ફરી પુછયું કે, આપને કેણે વંદના કરી ? ત્યારે સૂરિએ કહયું કે ભૂપ! તમે પોતે, વચન વિના, મનથી જ વંદના કરી–૪૭૬ ને તમારી માનસિક વંદના જાણીને આશિર્વાદ કહ્યો. આવું સાંભળતાં રાજાને વિચાર થયે કે, અહે! આના જ્ઞાનનું શું માહાઓ છે! ખરેખર એ સર્વજ્ઞપુત્ર છે. એમ વિચાર કરતાં જ હાથીએથી ઉતરી તુરત વંદના કરવા લાગ્યો -477-478, રાજાએ એક કેટિ સુવર્ણદાન આપ્યું જે સૂરીએ પોતે કેવલ નિરીચ્છી વાળા હોવાથી ગ્રહણ ન કર્યું-૪૭૯. તેમ દાનનિમિત્તે કાઢેલું તે દ્રવ્ય રાજાએ પણ ભંડારમાં પાછું ને નાખ્યું, અને સૂરિની આજ્ઞા પ્રમાણે સંધના પુણ્યવાન પુરુષોને બોલાવી, ભાગી ગયેલાં જિનમંદિરોના ઉદ્ધારમાં તે વપરાવી નાખ્યું. જે બાબતને લેક મંત્રીએ વહીમાં આ પ્રમાણે લખે “દુરથી હાથ ઊંચા કરીને ધર્મલાભ, એટલું કહેતાં સિદ્ધસેન સૂરિને રાજાએ એક કોટિ આપ્યા” -480- 481-482. જ વાદિવંદના શિરેમણિ એવા એ સર્વજ્ઞપુત્રને પુરમાં, સંઘે બહુ મહેસવથી પ્રવેશ કરા -483. ત્યાં સંઘના લોકોએ વિનતિ કરી કે, અત્ર મૂલ જૈન મંદિર છે જે યથા- - વત્ કરાવી આપવાથી આપની પ્રભાવવૃદ્ધિ થશે–૪૮૪: મહાકાલ નામનો પ્રાસાદ શ્રીજનેશ્વરને છે, તેમાં વિક્રમાર્કના બલથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust