________________ - 74 - સજજન ચિત્ત જેવું સ્વચ્છ, દીનાર્થ જેવું લધુ, પુત્રાલિંગન જેવું શીતલ, બાલભાષણ જેવું મધુર, લવિંગ, એલચી, વીરણ, ચંદન, કપૂર આદિથી સુવાસિત, ગુલાબ કેવડો ઉત્પલ તેના સુગંધથી મિશ્ર, એવું જલ લ -859. . નવા માટીના ઘટમાં રાખેલું, સૂર્યતાપે તપવેલું, રાત્રીએ રહેલું, ચંદ્રકિરણમાં મંદ પવને હલાવાયલું, લધુતાએ કરીને શૈત્યવાનું નથી એમ શંકાને હરનારૂં, ગુલાબ, ઉત્પલ, કેવડે, આદિથી સુવાસિત, એવું જલ લાવો-૮૬૦. એમ કહેવાતાં તેણે રાજાની પાસે જેવું જ આપ્યું તેવું જ બંદીએ અવસર જોઈને આ કાવ્ય કહ્યું–૮૬૧. ' - તમારા વદનકમલમાં સરસ્વતી વસે છે, તમારે અધર સદા શોણ છે, તમારે દક્ષિણબાહુ રામના વીર્યને મરાવતો સમુદ્ર છે, પાળે આ વાહિની છે જે આપને ક્ષણ પણ તજતી નથી, તેમ આપનું અંતર્મનસ સદા સ્વચ્છ છે, છતાં તે અવનિતે ! આપને અંબુપાનને અલિભાષા કયાંથી થયે ?--862 ? એજ સમયે પાંડુરાજે નજરાને કર્યો હતો એટલે તે બધે એ વિક્રમ રાજાએ વિતાલિકને આપી દીધે–૮૬૩. આઠ સુવર્ણ કોટિ, ત્રાણુ મુકતાફલ તુલા, પચાસ ઉન્મત્ત તથા જેનો મદ ભ્રમરે પીતા હતા એવા હાથી, દશ હજાર ઘેડા, ને પ્રપંચમાં ચતુર એવી સે વારાંગના, એટલું પાંડુપે દંડમાં આપ્યું હતું તે રાજાએ વિતાલિકને આપી દીધું-૮૬૪. એટલું આપ્યા પછી વિક્રમરાજા મહાકાલમંદિરમાં રહેલા, ને પદ્મકશમાં પ્રકટ થયેલા એવા શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરવા ગયે–૮૬૫. 1. સરસ્વતીથી સમુદ્ર પર્યત બધાં જલાશયનાં નામ છે, પણ તેમાં પ્રત્યેકના બે અર્થ છે સરસ્વતી તે નદી અને વાઝેવી, તેમ શોણ તે શાનદ તેમ રકત, તેમજ સમુદ્ર તે જલનિધિ તેમ, મુદ્રાસહિત એમ સમજવાનું છે. એજ રીતે વાહિની એટલે નદી તેમ સેના, અને માનસ એટલે અંતઃકરણ અને માનસ સરોવર. " P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust