________________ 389 કૃપાપૂર્ણ હૃદયવાળો રાજા જેવો તેને કાઢવા મથે છે તેવામાં પેલે બીજો દેવ સિંહ થઈને આવ્ય-૯૨ પૂછડું ઉંચુ કરી, નેત્ર પીળાં કરી, અતિ ભયંકર જણાતો, એવો તે સિંહ આખી પૃથ્વીને કંપાવે તેવી ગર્જના કરવા લાગે--૦૩ સર્વ પરાવર્ગને ભયંકર એ તથા સર્વના કર્ણને વરરૂપ એવો તે નાદ સાંભળતાં હત્યાદિ સર્વ ચે તરફ નાશી ગયાં-૯૪ મહાક્રૂર એવા સિંહને ફાળ મારતો દેખી, વિક્રમે મનમાં આ પ્રકારે વિચાર કર્યો-૮૫ મહાવીર્યથી ઉદ્ધત એવા હજારે સિંહ વનમાં પડેલા છે, પણ હે સિંહ! તારા એકલાને જ અલૈકિક મહિમા બહુ મહેરો છે કે તારા સાહંકાર હુંકારને સાંભળતાં જ કેલકુલે કેલિ તજી, મરકલ હાથીએ મદ તજ, નાહલે કોલાહલ તજ, અને મહિષોએ હર્ષ તજયો!--૯૬ - રાજાએ તેને દેખી દયા આણી મનમાં વિચાર કર્યો કે અહો આ તો મહાદુર્ધટ આવી પડયું કે રાત્રીએ આ ધેનુનું શું થશે! -97 - દુર્બલ અને ભયવિહલ એવી આ ગાયને મૂકીને જે હું જાઉં તે આ સિંહ અને જરૂર તુરત મારી નાખે-૯૮ દુર્બલ, અનાથ, ભયબ્રાંત, પર પરિભૂત, સર્વને શરણ રાજા છે–૮૯ માટે આખી રાત અત્રજ રહી હાથમાં તરવાર રાખી ને હું અખંડ જાગરણ કરી આની રક્ષા કરીશ–૧૦૦ શક્તિ છતાં જે મનુષ્ય ઉપાય કરતો નથી, તે સ્વામી અધમાધમ છે–૧૦૧ ' દેશને સ્વામી થઇને, દેશમશે, લેકનું પરિપાલન તથા પરોપકાર જે કરતું નથી તે અતિ અધમ છે અતિપરાક્રમી એવા રાજાએ આ વિચાર કરીને તે સ્થાને રાત્રીએ ગાયની રખવાળી કરવા માંડી–3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust