________________ 411 અહે! સર્વ પ્રાણીને પોતાના પ્રાણ સર્વથી વહાલા છે, ને પ્રાણભય એજ ભયમાત્રમાં બલવાનું છે–૧૪ ગામ, રાજય, દ્રવ્ય, પ્રિયા, માતા, પુત્ર, પિતા, પુત્રી, ધાન્ય, ગૃહ, વસ્તુ, સર્વ આત્માર્થે તજે છે-૧૫ પણ આ પુરુષ તો પરાર્થે પિતાના પ્રાણ આપે છે, ને જીર્ણતૃણની પઠે તેને તજી દેતાં અચકાતો પણ નથી-એ મહાપરાક્રમી છે-૧૬ પછી વિક્રમે તરવારથકી બધા લોકને આઘા કરી પેલા પુરુષને હાથ ઝાલ્ય–૧૭ હે વૈદેશિક! તમારે ક્યાં જવું હોય ત્યાં સુખે જાઓ, હું તમારે બદલે દેવીના મંદિરમાં જાઉં છું–૧૮ પરાક્રમી રાજા હાથમાં ન લેઈ દેવીના મંદિરમાં ગયે; ને ત્યાં જઈ વધમંડપમાં પિતાના મસ્તકથી જે બલિ આપવા જાય છે કે દેવીએ તેને હાથ ઝા ને કહ્યું હે રાજેન્દ્ર! સાહસ મા કરો, હું પ્રસન્ન થઈ છું, ઈચ્છા હોય તે વર માગે-૧૯-૨૦ પછી રાજાએ દેવીને નમ્ર વચન કહ્યું છે. માતા! જે તમે પ્રસન્ન થયાં છે તો આ હિંસાનો રીવાજ બંધ પાડો-૨૧ આજ પછી તમારે કોઈનો વધ કરાવ નહિ, એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય પર્યત કોઈને હણાવવું નહિ-૨૨ જીવના વધધી પાપ થાય છે, પાપથી અશુભગતિ થાય છે, તેને આ હેતુ હું હે શુભપ્રદે! તમને કહું છું- 23 ત્યારે દેવીએ કહ્યું હે ભૂપ! આ તે પરાર્થે થયે, પણ સ્વાર્થ કાંઈક માગે એટલે અનૃણ થાઉં-૨૪ ત્યારે રાજાએ પેલા ચારે પુરુષને ઈર્થ દેવી પાસે અપાયે ને પિતે પિતાના નગરમાં ચાલ્યો ગ--૨૫ સર્વે લેકના જીવ ઉગ ને પુરમાં શાંતિ થઈ ને દેવી જીવધ્યારૂપ ધર્મમાં આસક્ત થઈ-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust