________________ 428 માલવદેશમાં વિક્રમાકે રાજા છે તેને દેવતા પણ પરસ્ત્રીના ભાઈની પેઠે વર્તનાર કહી વખાણે છે માટે તેની પાસે તું જા,-૮૨ - ત્યાં તારી ભાર્યાને મૂકીને મારું બતાવેલું કાર્ય કર, ને નવાધીશને મારી ને મારી પાસે આવ-૮૩. સુરેન્દ્રના વચનથી, હે સ્વામિન્! તમને પુરુષોત્તમ સમજીને, આ મારી પ્રાણપ્રિયા તમને સાંપું છું-૮૪ હે અનઘ ! આ મારી વલ્લભાનું રક્ષણ કરજો, તમે એના ભ્રાતા છે, પિતા છો, તમે એની માતા છે, એનું પીઅર છો-૮૫ હું રાક્ષસનો વધ કરીને આવું ત્યાં સુધી એને તમારી પુત્રીની પેઠે આપ પાળજો-૮૬ એ મારૂં બીજું જીવિત છે, તે મૂકીને હું તો દેહમાત્ર જઉં છું, એનું જીવિતજ મારા ચિત્તમાં પણ વ્યાપેલું છે--૮૭ પિતાની પ્રાણપ્રિયાને હાથ ઝાલી તેણે રાજાને સાંપી, અને રાજાએ પિતાની બહેન ગણીને ઘરમાં રાખી-૮૮ પછી વિદ્યાધર, રાજાને નમસ્કાર કરી, સર્વના દેખતાં, ગરુડની પેડે ત્વરિત ગતિથી આકાશમાંજ જતો રહ્યો -89 રાજાએ પિલા ભટ્ટને કહ્યું કે તમે આ વિદ્યાધર નારીનું રક્ષણ કરવા સાંપવા આવે છે એ વાત કેમ કહી નહિં?--૦૦ આવું સાંભળી ભટ્ટરાજેદ્ર બોલ્યા કે સ્વામિન! હું તો અત્ર રહેવાને નથી, મને બહુ ભય લાગે છે, માટે નગરમાં જઈશ-૯૧ અરિષ્ટના ભયથી બ્રાંત એવો હું અત્ર જે બનશે તે જોઈ શકવાને નથી; એમ કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે મારા આગળ તમારે શું ભય છે?--૯૨ એટલામાં ક્ષણવારની અંદરજ આકાશમાં વિમાનની છાયા દેખાવા માંડી, ને રાજા તથા આખી સભાને તે દેખાવા લાગી-૯૩ લેકેએ કહ્યું છે ભૂપેન્દ્ર ! વિદ્યાધરે જે કહ્યું હતું તે દૈત્યયુદ્ધ આ પ્રપ્રત્યક્ષ દેખાય છે-૯૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust