________________ 442 અંગભંગ થઈ જવાથી તે મૌન રહ્યું પણ નિદ્રા તેને આવી નહિ; એમ વાણીઆએ રાત જેમ તેમ કાઢી-૮૦ પ્રભાત થયો ત્યારે ધર્મધ્યાનચિંતન કરી ચતુર લેકસમેત રહી ગૃહ કાર્ય કથા-૮૧ રાતની વાત ઠાઈના આગળ કહી નહિ ને ગંભીરતા રાખી પિતાના મનમાં જ રાખી--૮૨ - બીજી રાતે પાછો સુતો ત્યારે તેમનું તેમ સાંભળવા લાગ્યું, ને ત્રીજી રાતે પણ તેનું તે સંભળાવાનું ચાલતું રહ્યું-૮૩ ગાંભીર્યના સાગર એવા વાણીઆએ ત્રણ રાત સુધી વજાપાત જે આ શબ્દ સાંભળ્યો ત્યારે તે તેને પોતાના પ્રાણનું રક્ષણ કરવાની - ફીકર થઈ એટલે બીડીકણુના સરદાર એવા તેણે વૃત્તાંત વિક્રમના આગળ જઈને નિવેદન કર્યો-૮૪-૮૫ ' હે રાજન મેં શુભ લગ્ન શુભ મુહૂર્ત શુભ દિવસ જોઇ મહાશ્ચર્યકારક , રમ્ય મંદિર કરાવ્યું છે-૮૬. શુભ મુહૂર્તમાં મેં પ્રસ્થાન કર્યું ને ભવનક્ષેત્રદેવીની મહાપૂજા કરી ' તેમાં મેં વાસ કર્યો--૮૭ સાધુ તથા સાધર્મને યથોચિત દાન આપી, રાત્રીએ શુભ ભાવથકી સુખથ્યમાં સુતો-૮૮ તે રાત્રીમાં આકાશથકી “પડું, પડું' એવો શબદ મેં સાંભળ્યો, તે ત્રણ રાત સુધી ત્રણ ત્રણ વાર સાંભળે, પણ તે કરનાર કઈ જણાયું નહિ...૮૯ * * એ શબ્દ સાંભળી ભયભીત થયેલા એવા મેં, હે નરેંદ્રા! “પડ” એમ કહી શકાયું નહિ-૯૦ * કે જાણે કોઈ ભૂત, પ્રેત, યક્ષ, રાક્ષસ, સિદ્ધ, વિદ્યાધર, ગોત્રજ, કેણે તે હેય!--૯૧ કે વખતે આખું મંદિર જ મારા માથા ઉપર પડે, એમ ભય પામીને મેં મન જ રાખ્યું-૯૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust