Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 462
________________ . * * 454 થયું ત્યાં અમારે શો ઉપાય ?.-12-13 * વિવેક વિનય લજજા રસુખ સત્ય શાન્તિ સાહસ સત્ત્વ એ આદિ જે મારું કુટુંબ છે તે અત્રથી જશે.-૧૪ રાજાએ કહ્યું હે દેવિ ! સર્વ કામપ્રદ એવું જે સાંસારિક સુખ મારે છે તે બધું તમારે આધીન છે. 15 હે માતા ! ગજ અથ સેવક રાજય ધન યશ ધાન્ય કેશ ગ્રામ પુર બધું તમારું જ છે-૧૬ હે માતા ! તમે જાઓ નહિ ને મારા ઘરમાં સ્થિર થઈ રહે, હું તમારો દાસ તમારી આજ્ઞા પાલવા તત્પર છું-૧૭ લક્ષમીએ કહ્યું હે રાજા ! એમ હોય તે દારિદ્રને કાઢી મૂક એટલે હું તારા ઘરમાં પગ ઘાલીને રહીશ, બાકી રહેવાની નથી--૧૮ રાજાએ કહ્યું દારિદ્ઘને મેં સ્વીકાર કર્યો, તે હવે રાજય જાઓ, ધન જાઓ, પણ જે રવીકૃત છે તે કેમ જાય ?-- 19 . - તમારે જવું હોય તો જાઓ, મારે અપરાધ ક્ષમા કરજે, જે સ્વીકૃત છે તેને તે યુગાંતે કે પ્રાણશંયે પણ તજવાને નથી-૨૦ સપ્તાંગયુક્ત લક્ષ્મી ક્ષણવારમાં ચાલી ગઈ, તે પછી જરાક વારે તુરત વિનયસમેત વિવેક આ -- 21 કહેવા લાગ્યો કે હે ભૂપાલ! જયાં દારિદ્ય હોય ત્યાં અમે રહી શકતાં નથી; માટે લક્ષ્મી ગઈ તેની પાછળ અમે પણ જઈશું-૨૨ - રાજાએ બહુ બહુ પ્રાર્થના કરી રહેવાનું કહ્યું, પણ દારિદ્યુના ભયથી તે રહ્યા નહિ ને ચાલતા થયા-૨૩ લજજા, શાન્તિ, કીર્તિ, સત્ય, સુખ, યશ, સર્વે રાજા પાસે આવીને કહેવા લાગ્યાં કે અમે પણ જઈશું-૨૪ - હે રાજા ! જ્યાં દારિદ્ર ત્યાં અમારે વાસ રહે નહિ, એ જ કારણથી લક્ષ્મી પણ સપરિકર જતી રહી.-૨૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464