________________ 428 તમે પરનારી પરાભુખ છે એમ વિબુધલેક તમને સ્તવે છે માટે જ હું તમારી પ્રાર્થના કરવા આવ્યો છું તે સાંભળે-૬૮ હું વિદ્યાધરાધીશ વૈતાઢયાનગનાયક છું ને આકાશમાં દેવતાની પેઠે ગમન કરી શકું છું.૭૦ હે નૃપ! સ્વેચ્છાએ ઈદ્રભવનમાં હું જાઉં છું, હું દેવતાઓને માન્ય છું, ઈદ્ર મને આસન આપે છે.- 71 જયારે કોઈ દૈત્ય ભૂમિ ઉપર તોફાન કરે છે ત્યારે દેવેંદ્રની આજ્ઞાથી હું તેને શિક્ષા કરવા જાઉં છું-૭ર આજ હું સ્વર્ગમાં ગયે, ને દેવરાજના ભવનમાં જઈ દેવરાજને -- મન કરી પ્રિયાસહવર્તમાન બેઠે-૭૩ તેવામાં ઈંદ્રના ઉધાનમાં મહાકાલાહલ થયું તે પછી નંદનદાનના રક્ષકે આવી વિનતિ કરી–૭૪ સ્વામિના કોઈ દૈયે આવી સુરદ્ધમ ઉપાડી નાખ્યાં ને પછી ગસડની માફક તે પૃથ્વી ઉપર જતો રહ્યો-૭૫, આ વૃત્તાન્ત જાણતાં જ દેવેન્દ્ર મને આજ્ઞા કરી કે તું તેની પાછળ વેગે કરીને જા–૭૬ તેની સાથે યુદ્ધ કરી સુરદ્યુમ પાછાં લાવ, તે પછી સર્વ કાર્ય આપણે કરીશું-૭૭ મેં કહ્યું છે સ્વામિન ! આ મારી પ્રિયા મારી સાથે છે તેને હું ક્યાં મૂકું, અત્ર સુરાલયમાં જ રહેવા દે-૭૮. ત્યારે ઈન્ટે કહ્યું કે એને અત્ર રાખવી એગ્ય નથી કેમ કે દેવસ્ત્રી અને મનુષ્યસ્ત્રીને ભેગું રહેવું ઠીક નહિ--૭૯ દેવને શીલ, સત્ય, ધર્મ, વ્રત, કશું છે નહિ, તેમને તે મનમાં ચિંતવનથીજ બધું થાય છે--૮૦ મનુષ્યને સારાં વ્રત પાળવા, તત્ત્વ વિચાર, તપ, સત્ય, આદિ સર્વ છે, પૂર્વ દશાર્ણભદ્રે મને પણ ઉપમાનિત કર્યો હતે-૮૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust