________________ 422 ત્યારે રાજાએ વળી પેલા વિદ્વાનને કહ્યું કે આ તે ઠીક પણ જે - નિલક્ષણ છે તેને માટે કોઈ વિશેષ છે–૨૩ . તેણે કહ્યું હે ભૂપેન્દ્ર! સાંભળે, કદાપિ કેાઈને બધાએ કચિન્હ હોય પણ ડાબી બાજુનાં આંતરડાં કાબરા રંગનાં હોય તો તેનામાં સર્વે શુભ લક્ષણ છે એમ જાણવું-૨૪-૨૫ આવું સાંભળી રાજાએ તીક્ષ્ણ શસ્ત્રથી, પોતાની ડાબી કૂખને, પરીક્ષા કરવા માટે, છેદી-૨૬. ' તેજ પેલા જ્ઞાનીએ રાજાને હાથ ઝાલ્યો ને કહ્યું કે રાજા! સાહસ મા કરો તમારાં આંતરડાં કાબરાં છેજ-૨૭ * * * * 28. પછી પેલા જ્ઞાનીને સારી પેઠે દાન આપી પોતાને ઘેર વિદાય કર્યો ને રાજાએ પિતાનું રાજ્ય કર્યું–૨૯. સુરપ્રિયાએ ભેજરાજાને કહ્યું જે આવું સાહસ હોય તો સિંહાસને બેસ-૩૦ શ્રીવિક્રમની અતિગુણયુક્ત એવી સુરપ્રિયક્ત કથા સાંભળી સભાને વિસર્જન કરી રાજાએ રાજકાર્યમાં લક્ષ પરોવ્યું. શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની ઓગણત્રીશમી કથા થઈ–૩૨. ઇતિ સિંહાસનકાવિંશિકાની ઓગણત્રીશમી કથા. વળી બીજું મુહૂર્ત જોઇને ભોજરાજાએ સુંદર અભિષેક સામગ્રી તૈયાર કરાવી-૧ * નવાં આભરણ, દિવ્યવસન, છત્ર, ચામર, શસ્ત્ર, આદિ સર્વ નવીનજ કરાવ્યું-૨ 1. आर्थं स्वर्था सुखमाते त्वविभो गास्त्रियो, धिष्णुगती यानंस्वारया वाससले प्रतिष्टितम् પ એવો અત્ર શ્લોક છે જે સુગમ નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust