________________ 409 * તમે આ સુંદરવનમાં નિઃશંક રહો, હું નગરમાં જઈને તપાસ કરી આવું-૮૯ તેમને ત્યાં મૂકી રાજા નગરમાં ગયે તે ત્યાં મહાકેલાહલ સાંભળવા લાગે-૮૦ કેટલાક લેક કહેવા મંડ્યા હે પાંથી નાશી જા, રાજપુરુષોએ કોઈ વિદેશી રંકને ઝાલ્ય છે–૯૧ * તે બિચારો નિરાધાર છે, ભયબ્રાંત થઈ ચુધાર આવે છે, ધૂજે છે, ને જીવતે છતે મુવા જેવો દેખાય છે-૯૨ આવું સાંભળી વિક્રમાર્ક દેવતાના મંદિરને બારણે જઈ બેઠે-૯૩ પાપી અને કષ્ટકારક એવા રાજપુરુષોએ પેલા પુરુષને થથરતે અંગે સ્નાન કરાવ્યું-૮૪ પછી કંઠે પુષ્પમાલા ઘાલી, ને ભૂષણ પહેરાવ્યાં, ને હાથીને મસ્તકે બેસારી છત્ર ચામર કરાવવા માંડ્યાં–૮૫ બજાર વચ્ચે પંચશબ્દાદિ વાદિ=સમેત હાહા-હો-કરતા લોકો વચ્ચે તેને લીધે-૯૬ . આંખે આંસુ વહેતાં હતાં, મેઢે લાળ પડતી હતી, માથું નમી ગયું હતું, શરીર ભાગી ગયું હતું, મૂછા પામી ગયે હતો, ને જડ થઈ ગયો હત–૯૭ રાજા, મંત્રી, સામંતાદિ બહુ લેક સાજનમાં હતા, ને વિવિધ વાદિત્રને નાદ કાન ફૂટે તેમ થતા હતા-૯૮ એ પ્રકારે પેલા વિદેશીને ડાબે જમણે બે પાસે નાગી તરવારવાળા * રાજપુરુષ સમેત દેવી મંદિર આગળ આણ્યો-૯૮ તે અચેતન હા, નામમાત્ર થઈ ગયો હતો, એવા તેને વેતાલના બલિ અર્થે પેલા દુષ્ટ લઈ આવ્યા–૧૦૦ | તેમને જોઈને વિક્રમે મનમાં વિચાર કર્યો કે અહે આ તે બધા પાપી હિંસકે ભેગા થયા છે, એમને ધિક્કાર છે–૧ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust