________________ 404 વૃક્ષ જઈને ત્યાં ઉદ્યાનમાં ઉભું ને દેવીઓ આમ તેમ ગઈ એટલે વિક્રમ પણ નીકળીને વનમાં ગયે-૨૪ - ત્યાં ચાર કારવાળું એક મંદિર દીઠું, તેમાં ચર્તુમુખ યક્ષ રહેતો હતો જે સર્વને અભીષ્ટફલ આપતો હતો-૨૫ રાજા તે મંદિરમાં ગયો એટલામાં પેલું વૃક્ષ અદૃશ્ય થઈ ગયું; રાજાએ પેલા યક્ષને નમન કર્યું.-૨૬ તેને નમન કરીને રાજા રંગમંડપમાં આવ્યો એટલામાં ત્યાં ચાર પુરુષે આવી પહોચ્યા-ર૭ - તે કઈ વિદેશી હતા તેમણે યક્ષને ભાવપૂર્વક નમસ્કાર કર્યો અને - પછી તે થાકેલા હેવાથી મંડપમાં વીસા ખાવા બેઠા--૧૮ વિક્રમ તેમની સાથે વાતે વળગ્યો ને કહેવા લાગ્યું કે તમે ક્યાંથી આવ્યા ? કયાં જાઓ છે ?-28 " તમારૂં ચિત્ત કેમ ચંચલ જણાય છે ? તમારાં વદન કેમ શ્યામ પડી ગયાં છે? તમે કાર્યભ્રષ્ટ થયા છે એવા જણાઓ છે-૩૦ તેમણે કહ્યું મહારાજ ! સાંભળે, અમે ચારે રસ્તામાં ભેગા થઈ ગયા ત્યાંથી મિત્ર થયા છીએ--૩૧ એકે કહ્યું હે ભૂપ મારી પ્રિયા અતિરૂપવતી છે, સદ્ગુણ છે, શીલવતી છે-૩૨ પણ તેનામાં શું એ દુષ્ટ ભૂત ભરાયું છે કે સંવના અને પ્રેઢા છતાં તે મારે ઘેર આવતી નથી.-૩૩ મેં જોશીને પૂછયું કે શાથી આવતી નથી ત્યારે તેણે કહ્યું કે તારા ઉપર રીસાઈ છે-૩૪ વૈતાલ નગરમાં જા, ત્યાં શેણિતપ્રિયા દેવી છે તેનું આરાધન કર, એટલે તે તારી ઈચ્છા પૂર્ણ કરશે-૩૫ | ત્યારે બીજાએ કહ્યું હે રાજેંદ્ર! સાંભળે, મારા પિતાએ મરતી વખતે સર્વાર્થક સાધનારી વિદ્યા મને આપી હતી–૧૬ . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust