________________ 275 માથે મળી આવ્યાથી કઈ વૃધ્ધ ગણાય નહિ, જે જુવાન છતાં પણ વિદ્દાનું હોય તેજ વૃધ્ધ જાણે-૩૮ " ગુણવાનને ગુણવાન સાથેજ મોજ આવે છે, ગુણહીનને ગુણવાનું ઉપર પ્રેમ થતો નથી, ભ્રમર કમલ પાસે દોડતો આવે છે અને દેડકા નિત્ય એક જ સ્થાનમાં રહે છે પણ તેની દરકાર નથી કરતાં-૪૦ 1 ગુણ છે તે ગુણજ્ઞ પાસે ગુણરૂપ થાય છે અને નિર્ગુણ પાસે દેષથઈ રહે છે, નદીઓ સ્વાદુ જેલ આપે છે પણ તેજ જલ સમુદ્રમાં જતાં ખારૂં ઝેર થાય છે–૪૧ રાજાએ બ્રાહ્મણને કહ્યું વૈરાગ્ય વિષે કાંઈ એવું છે કે જે સાંભળીને મનને સંસારની અસારતા લાગે-૪ર આવું પૂછતાં પેલે શ્રેષ્ઠ વિદ્વાન ઉત્તમ વચન બોલ્યો કે હે સ્વામિન ઉત્તમ કાવ્ય સાંભળો–૪૩ રાજય, ધન, દેહનાં ભૂષણ, ધાન્યસંચય, પાંડિત્ય, ભુજબલ, વકતૃત્વ કુલ ઉત્તમ ગુણ, એ બધાં શા કામનાં જે સંસારકારાગૃહમાંથી આત્માને છોડો નહિ–૪૪ આ સાંભળી રાજાએ વળી પૂછયું કે કોઈ વધારે છે કે જે સાંભળીને મારે મેહ નાશ પામે–૪પ તે ઉપરથી વિદ્વાને એક વાક્ય શાંતરસપૂર્ણ એવું કહ્યું કે જે સાંભળતાં તત્કણ ચિત્ત વિમલ થઈ જાય–૪૬ સંસારમાર્ગ દુર્ગમ છે, મરણ અનિયત છે, વ્યાધિઓ દુર્નિવાર છે, કર્મભૂમિ દુષ્પાપ છે, પડતાં પડતાં ટેકા દેવા જેવું પણ કાંઈ નથી. એ વિચાર રાત દિવસ મનમાં આણુને જે મોક્ષના સુખની ઇચછી હેય તો શુધ્ધ બુધ્ધિથી ધર્મમાં ચિત્ત આરોપવું-૪૭ સંસારપદ્ધતિ વિષે આવું સાંભળી હર્ષ પામીને રાજાએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ! ફરીથી કાંઈ બેલે–૪૮ | વિક્રમાનરાધપ સધર્મ કર્મમાં નિરત હતા તે જોઈને વિદ્વાને વિષયને નાશ કરે તેવું વચન કહ્યું–૪૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust