________________ - ર૭૪ દાન આપવું, પુણ્ય કરવું, ખેતરમાં બીજ વાવવું, સભામાં બેલવું, એ બધું અવસરે શેભે–૨૯ સ્વામિન! હું તે આપની પાસે વિનતિ કરવા અછું, એટલે કાર્યની પ્રાર્થના કરવા આતુર એવા મારે બેસવું યંગ્ય નહિ-૩૦ રાત દિવસ કુગ સંધ્યા ઈત્યાદિ વાતને વિવેક કોઈ વિચારવાનું પુરુષ ગુરુને પૂછે, પણ સંગ્રામ, ચાર્ય, આતુરત્વ, ઈત્યાદિ કાર્યમાં બધીએ વેળા શુધ્ધ છે એમ કહેવું છે–૩૧ એવું સાંભળીને વિક્રમે કહ્યું હેવિદ્રજજનશિરોમણિ સત્વર કહે એવું શું કાર્ય છે કે તેમ કરાય–કર બ્રાહ્મણે ભૂપ આગળ હિતવચન કહ્યું કે હે સ્વામિની તમારી પ્રિયાને ત્રણ જગતમાં પણ મેં દિઠી અને સાંભળી–33 બીજા રાજાઓની સ્ત્રીઓ કુરૂપ છતાં પણ કહીં જતી નથી ને પોતાનો થરમાં બેસી રહે છે-૩૪ * પણ આને તો પૃથ્વીતલ ઉપર જ્યાં જ્યાં હું ગમે ને રાજદરબાર જોયા ત્યાં ત્યાં સ્વચ્છ દે ફરતી મેં જઈ–૩૫ ઊંચા, નીચા, સમાન, શત્રુ, મિત્ર, ગુરુ, નંદન સર્વ સાથે એ નિર્લજજ થઈને કશો પણ આશંક રાખ્યા વિના રમે છે-૩૬ ' હે ભૂપાલી તમારી કિર્તિ ભુજંગરોહમાં જાય છે, અને માતંગ સંગમ કરી લાજીને બીજી દિશાએ જતી રહે છે, વરને મૂકીને અગમ્ય એવા નંદનને પણ ભજે છે, અહો! નિરલ થયેલી સ્ત્રી શું નથી કરતી? -37 આ કાવ્ય સાંભળી ને રાજાએ મનમાં વિચાર કર્યો કે આ કઈ મહાવિદ્રાન છે અને ઉત્તમ ગુણી છે-૩૮ 1. ભુજંગગેહ એટલે ભુજંગ જે જાર તેનું ઘર એમ વિરોધ અને ભુજ ગગેહ એટલે પાતાલ એમ વિધિપરિહાર; એજ પ્રકારે માતંગ એટલે ઢેડ અને માતંગ એટલે દિગ્ગજ નંદન એટલે પુત્ર અને નંદન એટલે નંદનવન; અગમ્ય એટલે જેની સાથે વિષય ન કરી શકાય તેવો અને દુર્લભ; એમ અર્થ સમજી વિરોધ અને પરિવાર યોજવા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust