________________ 347 મંડુ કીડુ સહભૂ અંગમસ જદેમ ધરા પાયંત પુણુ કસ વિનંત વાયણે ય ફુરઈ માહર્ષા-૩૩ શાખામૃગ ( વાનર ) નું પરાક્રમ ઝાડે ચઢવાનું જ છે, પણ તે . સમુદ્રપાર પડે છે એ તો સ્વામીનું જ પરાક્રમ જાણવું–૩૪ અર્જુનનું આવું બોલવું. સાંભળી ઉંદરે તુરત પોતાનું રૂપ પ્રક કર્યું અને હનૂમાનું ત્યાં પ્રત્યક્ષ થયા-૩૫ . હે પાંડવશ્રેષ! સાંભળે; હું સેતુબંધને રક્ષક, શ્રી રામચંદ્રનો સેવ: હનૂમાનું છું–૩૬ રાવણની લંકા જયારે ભાગી ત્યારે તેના રાજયમાં શ્રી રામચંદ્ર વિ. ભીષણને અભિષેક કર્યો છે–૩૭ . . મહાસતી સાધ્વી એવાં સીતાદેવીને જ્યારે લેઈ જવાં હતાં ત્યારે આ મહાસેતુ પથરાથી વાનરોએ બાંધ્યા હત–૩૮ આ સેતુ ઉપર થઈને સેનાસમેત શ્રીરઘુવંશમુકુટ ગયા હતા તેનાજ ઉપર બીજા પ્રાકૃત લક પણ ગામના રસ્તાની પેઠે જાય આવે એ સારૂ નહિ-૩૯ એટલા માટે મને આ સ્થાને રધુનાથે રક્ષક ની છે, તેથી મેં તમારે રથ અટકાવ્યું છે–૪૦ " હે કપિસત્તમ! મારી વાત સાંભળે, અર્જુને કહ્યું, તમે સત્ય કહે છે-૪૧ * પણ મારે લંકામાં જવું એ તે નિશ્ચય છે, અને યજ્ઞ માટે નવું સુવર્ણ લાવી આપવું તે પણ નિશ્ચય છે–૪૨ પુણ્યકાર્ય આરંભ થયેલ છે, એટલે તમારી આજ્ઞા હોય તો હું જાઉં, પુણ્યનો ઉપભેગ, પુણ્ય કરનાર તેમ તેમાં અનુમતિ આપનાર સર્વે સરખો કરે છે–૪૩ જે ઉત્તમ નરે જે કાર્ય આરંહ્યું છે તે કાર્યને જે તે પ્રકારે કર્યા વિના રહેવાને નહિ–૪૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust