________________ 310 તે માલવદેશમાં પુરંદરપુર નામનું દેવકથી ઈંદ્ર વસાવેલું પુર હતું-૧૯ ત્યાં ધનપતિ નામને શેઠીઓ નામ તથા ગુણથી કટિબ્રજ હે ધરણીના ભૂષણ રૂપ હતો-૨૦ - તે નિત્ય પંચાચારનિરત હતો, પાંચ માણસમાં પિતે પાંચમે હતો, કામને વશ રાખનાર અને વૃદ્ધાદિ પાંચ ગુણથી પંચારૂઢ હતો-૨૧ વૃધ્ધિ, રિધ્ધિ, પ્રભુનું માન, કીર્તિ, સ્વજનસમૂહ, એ પંચગુણથી યુક્તને પંચારૂઢ કહેવાય-૧૨ તેને ધનશ્રી નામની ભાર્યા અતિ સતી અને શીલવતી હતી, અને તે પૂર્વ પુણ્ય યોગે સદા સુખશાલિની હતી-૨૩ સુરૂપ, શોભન, શાંત, કાંત, એવી તે ચંદ્ર અને રોહિણની પેઠે પિતાના પતિ સાથે શોભતી હતી-૨૪ પ્રેમમાં નિમગ્ન એવાં તે બેની પરપ્રીતિ જામેલી હતી તેથી દેગેદિક દેવની પેઠે તેમને કાલ સુખમાં જતો હત--૨૫ તેમને ચાર પુત્ર થયા, જેમને તેમણે અતિપ્રેમથી લાલનપાલનપૂર્વક ભણાવી ગણાવી મહેતા કર્યા--૧૬ યુવાવસ્થામાં આવી ઉન્મત્ત થયા ત્યારે મહામહોત્સવપુર:સર તેમને અતિરૂપવતી કન્યાઓ સાથે પરણાવ્યા–૨૭ * - તે પણ બહુ સણુણ, પિતૃભક્તિપરાયણ, દેવ ગુરુ આદિને પૂજનારા, સુશીલાદિગુણયુક્ત અને પાપકર્મવિયુકત, નીવડ્યા-૨૮ પેલે વાણીએ ધીમે ધીમે રોગથી પીડાતો વૃદ્ધ થઈ ગયો અને તેનો દેહ પણ બધે ખખળી ગય–૨૯ | ગાત્ર સંકોચાઈ ગયાં, ગતિ ભંગ થઈ ગઈ, દાંત પડી ગયા, આંખે ઝાંખ પડી, શરીર કંપવા લાગ્યું, મેઢે લાળ પડવા લાગી, બંધુજના વચન ઉપર લક્ષ પણ ન આપવા લાગ્યાં, ભાર્થી સેવા ન કરવા લાગી, અહો જરાભિભૂત પુરુષને ધિક્કાર છે, પુત્ર પણ અવજ્ઞા કરવા લાગે છે–૩૦ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust