________________ 381 સૈન્યને નાયક થઈને જે પોતાની જાતને જ સાચવે છે ને સૈન્યને રિપુથી હણાવા દે છે તેને માથે બધું પાપ પડે છે-૩ હું જે સર્વભૂમિને ઈશ છું ને વિશેષે માલવદેશને તેને જરૂર આખા દેશનું પાપ બેસશે--૪ - આમ વિચારી શું કરવું તેનું જયારે વિક્રમને કાંઈ સૂઝયું નહિ ત્યારે અશરીરી વાણું આકાશમાંથી સંભળાઈ–૫ હે રાજા શ્રીવિક્રમાદિત્ય ! સાંભળ, તું યથાવિધિ પર્જન્યદેવની પૂજા કર-૬, તારા દેશમાં બત્રીશલક્ષણે જે પુરુષ હેય તેનો બલિ તે દેવને આપ -7 એમ કરવાથી મેવાધિષ્ઠાયક દેવ સંતુષ્ટ થઈ આખા માલવદેશમાં વર્ષદ વર્ષવશે– અવી આકાશવાણી સાંભળીને કરુણાસાગર રાજાએ, પપકાર કરવા માટે અને દેશના અરિષ્ટને શમાવવા માટે, સ્નાન કરી, દેવતાને નમસ્કાર કરી, તેમની આરાધના કરી, પર્જન્યદેવે સન્મુખ ઉભા રહી. પિતાને જ વધ કરવાને.વિચાર કર્યો–૮–૧૦ જે પિતાને ગલે ખર્ક દેઈ શિરચ્છેદ કરે છે તે જ પર્જન્યદેવે આવી રાજાને હાથ ઝાલ્ય-૧૧ - - મેઘાધિષ્ઠાયક દેવે પ્રકટ થઈ કહ્યું હે રાજન ! પ્રસન્ન છું, જે ઈચ્છા હોય તે વર માગો–૧૨ . રાજાએ કહ્યું જો તમે પ્રસન્ન છે. તો આ મારા દેશમાંથી દુર્મિક્ષને નાશ થાય એ વર્ષદ કરે-૧૩ રાજાના સાહસઉપરથી તે દેવે એ વર આપ્યો ને જે જે કંગ હતા તે સૂર્યોદયથી અંધકાર નાશ પામે તેમ નાશ પામ્યા–૧૪ બારે મેઘ સારી રીતે વર્ષો ને આખું પૃથિવીતલ જલસસ્યાદિથી - ભરાઈ ગયું– 15 " " ' P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust