________________ 345 પ્રથમ અકૃત્ય તો એજ કે સીતાનું હરણ કર્યું, બીજું એ કે વિચાર કરીને તે જ વખતે તેને પાછી ના આપી, ત્રીજું એ થયું કે વાનરોએ સમુદ્ર ઉપર પાળ બાંધી તે બાંધવા દીધી, તે હવે રસીતાને પાછી આપી શી રીતે સંધાન કરવું ? --9 , તેવાજ કાર્યનો આરંભ કરો કે જે નિશ્ચય સિદ્ધ થાય, જેમ અર્જુને લંકામાંથી કનક આણ્ય - 10 ભોજરાજે આવું કહ્યું ત્યારે સભાસદેએ પૂછ્યું કે હે સ્વામિન્ ! એ કથા અમાસ આગળ સત્વર કહે-- 11 ત્યારે ભોજરાજે સભાસદોને કહેવા માંડયું કે કુરુક્ષેત્રના ભૂષણરૂપ એવા રમ્ય હસ્તિનાપુરમાં ચાર ભાઇ સમેત સત્યવાદી રાજા શ્રીયુધિષ્ઠિર રાજય કરતા હતા--૧૨-૧૩ તેમણે એક વાર રાજસૂય યજ્ઞ આરંભે, તેમાં કાર્યમાત્ર રાજપુત્ર અને રાજાઓ કરતા હતા--૧૪ તેવામાં એક અતિદુર્ધટ કાર્ય અર્જુનને સોંપવામાં આવ્યું કે જલદીથી લંકામાં જઈ કુમાર સુવર્ણ લા--૧૫ એમ આજ્ઞા થતાં અર્જુન રથમાં બેશી અક્ષ અને ભસ્સા ભાગી ગયાં તેટલા વેગથી લંકા પ્રતિ ચાલ્યો--૧૬ સેતુ આગળ આવે ત્યાં રથ અટક, શાથી અટળે તે જણાય નહિ પણ એક ડગલું હાલે કે ચાલે નહિ-૧૭ જે સૂર્યબિંબની પેઠે વાયુવેગથી પણ અધિક ચાલતો હતો તે રથ મહેટા પર્વતની પેઠે થંભી જઈ ચિત્રવત્ થઈ રહ્યો--૧૮ અર્જુને ઘોડાને આગળ ધપાવવા માંડયા પણ તે પાછા પગ નાખવા લાગ્યા, ડગલું પણ આગળ ચાલ્યા નહિ–૧૯ ત્યારે તુરત નીચે ઉતર્યો ને એ તરફ જેવા લાગે કે કાંઈ પથર, સર્પ, વ્યાવ્ર, આદિ શું છે ?-20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust