________________ 356 રાજકાર્ય કરી, જનોને આજ્ઞા આપી, કુમાગામીને દંડ દેઈ, દીનને ધન આપી, સંધ્યા સમયે તેણે પાછું જિનપૂજન કર્યું, અને આવશ્યકા: દિ કર્મ કરી વિરત થયે-૪૯-૫૦ ચિંતારહિત થઈ સુખશય્યામાં સુતો, અને સમાધિધ્યાનમાં ચિત્ત પરેવી સુખે નિદ્રા પામ્ય-પ૧ આ પ્રકારે નૃપને વર્તત જોઈ સુરેશ્વર શ્રીઈદ્રરાજે દેવસભામાં પિતાનું માથું ધૂણવું-પર .. સુરરાજે દેવતાઓ આગળ કહ્યું કે હે દેવતાઓ ! જગત્રય ઉપર વિક્રમ જે કાઈ નથી–૫૩ સાહસી, પરાક્રમી, શ્રીમાન, માતા સાથે સર્વ કામ પૂર્ણ કરનાર, મદરહિત, માન આપનાર, લેbોત્તર ગુણાકર, કઈ નથી–૫૪ આવું ઈંદ્રનું બોલવું સાંભળી એક દેવને ગર્વ થયે ને તે મનમાં વિચારવા લાગ્યો કે ઈદ્ર આ શું કહે છે!—પપ અમેધ્યપૂર્ણ એ મનુષ્ય તેની પ્રશંસા કરે છે તે હું ભારતખંડમાં જઈ તેની પરીક્ષા કરી આવું-પ૬ તેજ રાત્રીએ દેવ રાજા પાસે આવ્યા અને રાક્ષસ જેવું અતિ ઉગ્ર રૂપ કરી પ્રત્યક્ષ થયે–૫૭ અને વિક્રમરાજાને તેણે સ્વપ્ન આપ્યું કે જગતભક્ષણ નામનો રાક્ષસ હું અત્ર આવ્યો છું-૫૮ રાજય, રાષ્ટ્ર બધું ધર્મસહિત જે તું મને આપશે તે હું ભક્ષણ નહિ કરૂં ને તેને જવા દેઈશ–પ૯ નહિ તે ત્રણ રાત્રીમાં આખા જગતને ક્ષય કરીશઃ રાષ્ટ્રનું પાપ તે રાજાનેજ લાગે છે, ને તમે રાજા -60 - આવું સ્વમ આપીને તે દેવ તત્પણ તિરધાન થઈ ગયે, અને વિક્રમ બહુ વિરમય પામી જાગી ઉઠ-૬૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust