________________ ૩પ૭. ઉઠતાં જ પરમેશ્વર શ્રીજિન જે ભયમાત્ર રહિત છે તેમને સ્મરવા લાગ્યો ને ઉઠીને સભામાં ગયો-૬૨ મંત્રીઓ આગળ રાજાએ ત્યાં આ દુરસ્વમની વાત કહી તો મંત્રીઓએ કહ્યું છે સ્વામિન્ ! આ તે ચિંતાસ્વમ છે–૬૩ હે મંત્રીશ ! સાંભળો, મારે કશી ચિંતા નથી, એટલે સ્વમ કેવલ અરિષ્ઠસૂચક છે એમ મને લાગે છે, એવું રાજાએ કહ્યું-૬૪ શરીર અનિત્ય છે, વિભવ શાથત નથી, મૃત્યુ નિત્ય પાસે જ છે, માટે ધર્મસંગ્રહ કરે-૬૫ આ અસાર સંસારમાં બીજે કશે સાર નથી, કાદવમાં કમલની પેઠે એક ધર્મમાત્રજ સારે છે–૬૬ - અસાર એવા સંસારમાં, મરભૂમિમાં નીરની પેઠે, પાપી પથિકે ધર્મને પ્રાપ્ત કરતા નથી-૬૭ દાન શીલ તપ ભાવ એ ચાર પ્રકારનો ધર્મ જિને કહે છે-૬૮ - પ્રેત યક્ષ રાક્ષસ ભૂત માત્ર સર્વે દાનથી વશ થાય છે, દાન છે તે જ અરિષ્ટમાત્રને હરનારૂં છે, દુષ્ટ કરને નિવારણ કરનારૂં છે–૬૯ - એમ વિચારી રાજાએ પિતાને ભંડાર ત્રણ દિવસ સુધી ખુલ્લે મૂકાવ્યા, અને ગામમાં ત્રણ ચોટાંમાં નેબત કરાવી–૭૦ છે કે હેલે. નિર્ભય થઈને મારા ભંડારમાંથી તમને જે ચે તે સુવર્ણ રત્ન માણિક્ય આદિ લેઈ જાઓ–૭૧ . એ સમયે પેલે દેવ ભિક્ષુકનું રૂપ ધરીને યાચનેચ્છાથી વિક્રમ પાસે આવે–૭૨ - પેલા નિર્ધનને પિતાના આગળ ઉભેલ જોઈને વિક્રમે પૂછયું કે તમારે શું જોઈએ છીએ તે કહે, હું આપવા તૈયાર છું-૭૩ તેણે કહ્યું છે નરનાશ! વાંછિત પૂરનાર તે કોઈ નથી, એમજ ધારો કે હું તમારું રાજય માગું તો તે આપશો?-૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust