________________ 343 એમ વિચારી રાજા પેલા પથિક સાથે ચાલ્યો અને ધેર એવા અબુ દવિવરમાં પિતે પ્રવેશ કર્યો-૮૭ અંદર પેશી ગુફાના દ્વાર સુધી પહો ને રાત્રીએ ત્યાં પેલા માણસ સાથે રહ્યા, તે રાત્રીએ દેવતાએ રૂમમાં આવીને કહ્યું–૮૮ હે પરોપકારી રાજા વિક્રમાદિત્ય ! પારકાનું કાર્ય કરવા તમે અત્ર શા માટે આવ્યા છો ?.-89 અતિ અદ્ભુત એવું મહાકાર્ય મહાપરાક્રમ વિના સિદ્ધ થતું નથી, બાકી જપ તો આણે પણ બાર વર્ષ લગી કર્યો છે-૦૦ આ દ્વાર મહારક્તક્ષેત્રપાલે રક્ષાયેલું છે, માટે અત્ર બત્રીસલક્ષણવાળા પુરૂષનો બલિ થે જોઈએ--૯૧ એમ થાય તો જ આ દ્વાર ક્ષણમાત્રમાં ઉઘડી જશે, બાકી ઉઘડવાનું નથી--૯૨ આવું સ્વમ દેખી રાજા જાગે, અને પ્રભાત સમયે પેલા પુરુષને સુતો મૂકીને હાથમાં તરવાર લેઇ વિવરદ્વાર આગળ ગયે--૯૩ " વજની ભીત જેવું દુર્ધટ અને દૃઢ દ્વાર ઈદેવતાધિષ્ઠિત હશે એમ માની રાજાને સ્વમ ખરૂં લાગ્યું-૯૪ કામાખ્યાને ઉદ્દેશીને હાથમાંની તરવારથી જે પિતાનું મસ્તક છેદવા જાય છે કે દેવતા પ્રત્યક્ષ થઈ બેલી હે નરેશ્વર ! સાહસૈકશિરોમણિ! તારા પરાક્રમથી હુ પ્રસન્ન થઈ છું, તારી ઇચ્છા હોય તે ભાગ-૯૫-૯૬ સત્ત્વથી દેવતા તુષ્ટ થાય છે, સર્વથી પૃથ્વી ઉભી છે, સત્ત્વથીજ દેવતા પણ, હે નરનાયક! શીતલ થઈ જાય છે-૯૭ દયાપૂર્ણ વિક્રમાકે દેવતાને કહ્યું કે તુષ્ટ થઈને જે મને સવર્થસિદ્ધિદાતા એવું વરદાન તું આપતી હોય તે હે કામરૂપિણિ કામાખ્યા ! મારા મિત્રને રસસિદ્ધિ બતાવ, અને આ દ્વાર ઉઘડે એમ કર-૯૮૯૯ ' ' આવું કહ્યું ત્યારે દેવતાએ કહ્યું, હે વિક્રમ ભૂપાલ! તમારા જેવો. ઔદાર્યગુણે મેં ત્રિભુવનમાં દીઠે નથી-૧૦૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust