________________ * 342 * * * જે જેવા કામની મનમાં વાંછના કરે તેને તેની મનવાંછિત સિદ્ધિ એ દેવી ભાગ્યાનુસાર આપે છે–૭૪ : હે રાજા ! મેં કઈ ત્રિકાલજ્ઞને મોઢેથી સાંભળ્યું છે કે નંદીવર્ધન પર્વત ઉપર સિદ્ધરસને કુંડ પણ છે-૭૫ તે એ વાત સાંભળી, સુખને શોધતે હું, એ રસ લેવા માટે, અહીં આવ્યો અને ઘેર એવા અર્બવિવરમાં સાત રાત્રી સુધી રહ્યો-૭૬ | મેં એવું સ્વમ દીઠું વિવરમાં તું જા તેની પાર મહાનાલ પવૅત વિષમાત્રને હરનારે આવેલું છે–૭૭ - ત્યાં કામાખ્યા નામની દેવી છે તે સર્વકામ પૂર્ણ કરનારી છે, ને ત્યાં મહાકામેશ્વરી નામની મોટી ગુફા છે-૭૮ તેનાં વજકપાટ નિત્ય દીધેલાં રહે છે, ને તે કામાખ્યાના મંત્રથી ઉઘડે છે– 79 - તેમાં સ્વર્ણરસને કૂપ છે, તે કંડાકાર છે, તેમાંથી રસ . લેવાને છે-૮૦ - સે ભાર લેહ તે રસથી ચોપડાય તો તુરત બધું સુવર્ણ થઈ જાય છે, એમાં સંશય નથી-૮૧ એ સ્વમાનુસારે હું પર્વત ઉપર ગયે, ને તેના બારણે આગળ મેં બાર વર્ષ સુધી જપ કયો–૮૨ છે છતાં દ્વાર તો ઉઘડ્યું નહિ અને હું ઉલટ દુઃખ પામ્ય, અને કાર્યમાત્ર તજીને બેઠેલે હું આ કાર્યમાં પણ નિષ્ફલ થયો-૮૩ માટે હવે આશા મૂકીને હું, હે નરેશ્વર ! મારે ઘેર જઈશ, ગમે ત્યાં જાઓ પણ માણસ જયાં ત્યાં કપાસ લેઢે છે–૮૪ | આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે આમાં કોઈ કારણ જેવું જણાય છે, માટે જઈને જોવું જોઈએ-૮૫ અક્ષર અમંત્ર નથી, ઔષધ વિનાને રોગ નથી, ધન વિનાની કે પૃથ્વી નથી, આમ્નાયમાત્ર દુર્લભ છે-૮૬ P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust