________________ 614 - પિતાને ધન્ય માનતે રાજા રંગમંડપમાં બેઠે, અને વિવિધ કૌતુક જેવા લાગ્યો-૩૪ . એવામાં ત્યાં ચાર કાઉંટિક, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે દિશાએથી આવ્યા-૩૫ રાજા શ્રીવિક્રમાદિત્ય તેમની પાસે ગયે, અને અભ્યાસનાદિક્રિયા તેણે કરી–૧૬ વાત્મા પણ શીલથકી તૃણવત્ ગણવે, પોતાના સ્થાનની ભૂમિ પણ ઉઠીને આસનાથે આપવી, આનંદાશ્રુથી જલદાન કરવું, અને મધુરઃ વચનથી આગતારવાગતા કાવી-૩૭ - રાજા તેમની પાસે જઈ બેઠે, અને તેમની દેશદેશાંતરની વાર્તા સાંભળવા લાગ્યો-૩૮ - તેમાંના એકે કહ્યું કે મેં આખી પૂર્વ દિશા જોઈ, અને સવાલક્ષ નગરસમેત એ સાગરપર્યપ્રદેશ જે-૩૯ ત્યાં અસંખ્ય તીર્થ છે, બહુ બહુ તીર્થ છે, તે બધું જોયું, ને હવે હું પશ્ચિમ દિશા તરફ જવા ઈચ્છું છું -40 બીજાએ કહ્યું હું પશ્ચિમ તરફથી આવું છું, મેં અબ્ધિમર્યાદાપર્યત બધું જોયું, હવે હું પૂર્વ તરફ જાઉં છું-૪૧ - ત્રીજાએ કહ્યું હું દક્ષિણ દિશાએ ગયો હતો, ત્યાં સર્વતીર્થ કરીને હવે હું ઉત્તર તરફ જાઉં છું-૪૨ ત્યારે ચોથાએ કહ્યું કે ભાઈઓ તમે દિશાએ દિશાએ ફરતાં શાં શાં ઉત્તમ કેતુક જોયાં તે કહે-૪૩ પ્રથમ પથિકે કહ્યું ભાઈ સાંભળે, પૂર્વસાગર પાસે લીલાવિલાસ નામનું નગર છે, ને લાવણ્યસાગર રાજા છે; ત્યાં વહેવારીઆમાં શ્રેષ્ઠ એવા એક રમેશ્વર નામે વસે છે, તેને સુંદર અંગવાળી અને કાંતિયુક્ત એવી લાવણ્યસુંદરી નામની પત્ની છે-૪૪-૪૫ તેમને લીલાવતી નામની શુભગુણ યુકત્ત અને શુભ એવી એક પુત્રી છે, તેનું નામ તેમ અંગ ઉભયે આશ્ચર્યકારક છે– 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust