________________ 330 * તેમણે જતે જતે કહ્યું કે જિનમંદિરમાં જે કોઈ હોય તે પુણ્યાત્મા ' અમારી સાથે સુખે આ--૭ તેવા સમાનધર્મને અમે વાંછિતાર્થ આપીશું, એવું સાંભળતાંજ વિક્રમ બે કે આ હું તમારી પૂઠે આવું છું–૮ તેમની સાથે રાજા સરોવરના અતિભયાનક તટ ઉપર ગયે, તે સ્થાને જલ ખખળી રહ્યું હતું ને ઉકળતા તેલ જેવું જણાતું હતું–૯ સુરાંગનાઓ તેમાં ઝંપલાવીને ચાલી ગઈ, રાજાએ પણ તેમની પાછળ નિર્ભય રહી તુરત તેમાં ઝંપલાવ્યું-૧૦ અંદર જતાંજ મહા અભુત એવું એક પુર દીઠું, અને દેવતા તેને , લેવા માટે સાદર સામા આવ્યા–૧૧ મહાભા તૈયાર કરી, પંચશબ્દાદિવાદ્ય વગડાવી, તેને હાથીને કુંભસ્થલે બેસારી પુરમાં લેઈ ગયા-૧૨ સ્વર્ધિમાન જેવા, સાત માલના સેનાના મહેલમાં, ઉત્તમ સિંહાસન ઉપર વિક્રમને બેસા-૧૩ દેવતાઓએ વિક્રમને પ્રણામ કરીને કહ્યું હે પરાક્રમી! સર્વેશ: અમારાં મહેટાં ભાગ્ય કે તમે અત્ર પધાર્યા–૧૪ વિવિધ બેગ ભેગો, મનુષ્યને દુર્લભ એવા દિવ્યભગ બેગ, અને આ રાજય તમારૂંજ જાણે, અમે તમારી પટ્ટરાણીઓ છીએ-૧૫ આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે, આ દેવતા કયાં ને દુષ્ટ એ માણસ હું ક્યાં !-16 માત્ર મારી પરીક્ષા માટે આવું અણઘટતું વચન બોલે છે, અમૃતાહાર કરનાર દેવ ક્યાં ને અન્ન ખાનાર હું ક્યાં !-17 આવું વિચારીને વિક્રમે તેમને કહ્યું કે મારે પૃથ્વી ઉપર સમુદ્રકાન્ત મહારાજય છે-૧૮ - એમાં તમારી કૃપાથી મારે કશું ન્યૂન નથી, તમારા દર્શનથી મને સ્વર્ગનું રાજય પ્રાપ્ત થયું-૧૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust