________________ પણ મને ખરેખરૂં કહે કે તમે કોણ છે ? તમારાં નામ શું છે ? આ નગર સત્ય છે કે મને કાંઇ વિભ્રમ થયો છે.-૨૦ આવું પુછયું ત્યારે તે અંગનાઓ બોલી કે અમે જે મહા અષ્ટસિદ્ધિ કહેવાય છે તે છીએ, અમે સર્વસંપત્તિ આપનાર અને કચ્છમાત્ર હરનાર છીએ-- 21 આ મનહર અને ભવ્ય નગર અમે અમારી કીડા માટે કરેલું છે, અને ધનધાન્યાદિથી ભરપૂર કરી રાખ્યું છે. 22 અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈશવ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રભુતા, એ અમારા નામ છે-૨૩ એવાં જે અમારાં નામ તે સાથે છે એમ તમારે જાણવું, અમે તમારા દર્શનથી કૃતાર્થ થયાં છીએ -24 મહાપ્રભાવયુક્ત એવાં આ આઠ રત્ન, જે મહાસિદ્ધિ આપનારાં અને પવિત્ર છે તે હે ગુણસાગરસૃપ ! તમે અંગીકાર કરો-- 25 : તે રત્ન લેઈ, દેવતાની રજા લેઇ, ને રાજ એ આશ્ચર્ય ને મનમાં સ્મતે પિતાના નગર પ્રતિ ચાલ્યો--૨૬ રત્ન લઈને રરતામાં જતો હતો તેવામાં થાક લાગવાથી વીસામો ખાવા કેઈ દેવાલયમાં રાજા બેડો--૨૭ ત્યાં કઈ દીન, નિર્ધન, અતિ વાગ્ની, એવા યાચકે, વિક્રમ એમ જાણી યાચના કરી.-૨૮ ત્રણે લેક અને વિશેષ મહતલને જે કંટક તે આપના ભયથી ત્રાસીને મારા ઘરમાં આવી વસ્ય છે-૩૦ તે બલવાને મારા ઘરનું સર્વસ્વ લઈ લીધું, ભાર્યા પણ તેને વશ થઈ ગઈ અને તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો-- 30 - રસ્તામાં આવતાં મેં વિદ્વાનોને મઢેથી સાંભળ્યું કે સચરાચર ત્રિકકમાં પુરુષે ચાર પ્રકારના થાય છે.-૩૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust