________________ 326 આલસ્યનું સુખ તજ, પ્રમાદ નિદ્રા તેમને દૂર કર, ચિંતિત કરતાં અધિક ફલ આપનારી વિદ્યા મહાકષ્ટ પ્રાપ્ત થાય છે-૩૧ કેટલાંક પાત્ર જ્ઞાનમય હોય છે, કેટલાંક તમોમય હોય છે, જે પાત્ર આવશે તે આપણને તારશે–૩૨ હે પુત્ર તપ તે સુખસાધ્ય છે, પણ વિદ્યાજ મહાકષ્ટસાધ્ય છે, હું તે વિદ્વાનને જ પૂછું છું, તપનું કાંઈ પ્રજન નથી--૩૩ પ્રથમથી ન થયા હોય તે સારા, કે થતા સાથે મુવા સારા, પણ જમીને મૂર્ખ રહે તેવા પુત્ર સારા નહિ–૩૪ * સહસ્ત્ર મૂર્ખમાં એક પણ પ્રાજ્ઞ મળે નહિ, એવા મૂર્ખથી કાર્યને ઘાતજ થાય કે સિદ્ધિ કદાપિ ન બને-૩૫ માટે હે પુત્ર! એવું કર કે જેથી તારા ચિત્તમાં વિદ્યાને પ્રદીપ પ્રકટે, મૂર્ણત્વ તો મહેસું પાપ છે, અ ય જન્મમાં પણ જશે નહિ-૩૬ - વત્સ ! ગમે તો દેશાંતર જા. દેવતારાધન કર, કે દુર્ગમમંત્રનું સાધન પરમ ભકિત્તથી કર-૩૭ કટુતિકા કષાય એવાં ઔષધનું સેવન કર, પણ જેમ તેમ મહાવિદ્યા પ્રાપ્ત કર-૩૮ પિતાનાં આવાં વચન સાંભળી ને બુદ્ધિશેખર, વિદ્યાભ્યાસની ઈચ્છાથી કાશ્મીર દેશ તરફ જવા નીકળે-૩૯ : ઉદ્યમે દારિદ્ય જાય, જયથી પાપ જાય, મૈનથી કલહ જાય, ને જાગવાથી ભય જાય-૪૦ - કાશ્મીરમાં ભગવતી સરસ્વતી દેવી પ્રત્યક્ષ છે, ને લેકમાત્ર ગીર્વાણ ભાષાથી જ બોલે છે -41 કાંબળ, જલપાત્ર, ઉપાન, એટલું લઈ, પગમાં બલ રાખીને તે દેશ તરફ જવા નીકળે-૪ર પંથિ પુલંતાં પથિયહ પગ પાણ પાથેય વિહૂ વિહૂણું પંથિયાં વહેલું આવઈ છેહુ-૪૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust