________________ 325 - નરતિચ્ચે દુખં તિલંછણ માઈચં ચ તિરીએ સુ જીવા અણુત ખુત્તા લહેતિ પરદારસંગેણ–૨૦ જારિજાતને કપાલમાં ચિન્હ હોતું નથી, કે માથે કે લમણે કાંઈ નીશાની હોતી નથી, જેમ જેમ જેવા જેવા વિકાર તેનામાં દર્શન દે છે તેમ તેમ તેને તે પ્રકારે તે જારજાત છે એમ જણાય છે–૨૧ શીલનું આવું મહાફલ સમજીને બુધિસાગર મંત્રીએ પિતાની ભાર્યા વિના સર્વ પ્રતિ અતિ ઉત્તમશીલ ધારણ કર્યું - 2 . સુશીલ, સળુ ણી, શ્રીમાન, અને ધર્મતત્પર એવો બુધિસાગર પિતાની પત્ની સાથે પરમસુખ અને સૌભાગ્ય ભોગવતાં દિવસ કાઢતે હત-૨૩ એમ કરતાં ધર્મના પ્રભાવથી, પવિત્ર એવાં તે ઉભયને બુધિશેખર નામે પુત્ર થયે-૨૪ કેમે કરીને મહેટ થતાં તે પાંચ વર્ષને થયે, એટલે મહામહેન્સવપૂર્વક તેને પંડિતને સોંપવામાં આવે-૨૫ આદરપૂર્વક બહુ બહુ રીતે ભણાવાતે હતો પણ તે જ્ઞાનાંતરાયભૂત કર્મના યોગે એક અક્ષર પણ ભયે નહિ-૨૬ વજપાષાણુ જેવા એ શિષ્યને પણ કોપ કર્યા વિના તે પંડિત બહુ પ્રકારે ભણાવતો હતો-ર૭ , પણ એ પોતે અત્યંત પ્રમાદી હતો, ખાઈ પીને રાતદિવસ સુઈ રહેતો હતો, કાર્યકાર્ય જાણતો ન હતો, ને ભણાવાને કાંઈ લાભ લેતા ન હત–૨૮ હે સખા! મને તો મૂર્ખત્વજ ગમે છે કે જેમાં આ આઠ ઉત્તમ ગુણ રહેલા છે? નિશ્ચિતત્વ, બહુભેજનત્વ. બકરતા, રાત્રીદિવસનિદ્રાં, કાર્યકાર્યવિચારણાભાવ, માનાપમાનની સમાનતા, ભયોભયાભાવ, દઢાંગ, એ આઠ; એથી મૂર્ખ સુખે જીવે છે-૨૯ એવા જડ અને અતિ પ્રમાદી પુત્રને તેના પિતાએ એકવાર શીખામણ આપી કે હે પુત્ર ! સારી રીતે ભણ-૩૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust