________________ 277 ચતુર પૂજય અને શાસ્ત્રજ્ઞ એવા વિદ્વાન સમેત, અને વિવિધ વિબુધવૃંદ - ગુણ ગાઈ રહ્યા છે એવી રીતે, આગે-૧ . . . ' પૂર્ણ આનંદથી પૂર્ણ એવો પૃથ્વી પતિ સિંહાસને બેસવા માટે પાસે આ 2 * રાતને પાછલે પહેરે, સિંહાસનરક્ષક દેવતાઓ નિદ્રા વશ હશે એમ ધારીને, રાજા ધીમે ધીમે સિંહાસન પાસે આવવા લાગ્યો-3 : મૃગેંદ્રની પેઠે જેવો સિંહાસન ઉપર તલપ મારે છે કે પ્રભાવતી નામની સત્તરમી પૂતળી બેલી ઉઠી–૪ અહો માલવાધીશ! વારંવાર આમ કરતાં તમને લાજ આવતી નથી. આવા મહા બલવાન્ છતાં રાત્રીએ ચેરની પેઠે આવ્યા છે એ શું! 5 અમે ઉંધીએ છીએ એમ તમે ધાર્યું અને ચેરના જેવું કામ આદર્યું, પણ એટલું જાણ્યું નહિ કે અમે તો સર્વદા જાગતાંજ છીએ–૬ - હે વસુધાધીપ! તમને આવી કુબુદ્ધિ કેમ થઈ ? ત્યાં ધૂર્તપણું ચાલે કે જ્યાં લેક મૂર્ખ હેય-૭ - દાંભિકલેક દેવતાને પણ છેતરે છે, જેમ વાણુઆએ દેવી તથા યક્ષને સહજમાં છેતર્યા-૮ - એવી વાત છે કે એક વાણીએ આશાપુરીની માનતા રાખી કે ત્રણ ભક્ષનાં પુષ્પ તમને ચઢાવીશ-૮ જો તમે મને પુત્ર આપશે તે હું આવી માનતા કરીશ; એટલે દેવતાએ પણ લેભથી વાણી અને પુત્ર આખે-૧૦ પંદર દિવસ સુધી પુત્રજન્મોત્સવ ચાલે, અને કાર્ય સિદ્ધ થયું એટલે પેલા ધૂર્ત વાણુઆએ વિચાર કર્યો-૧૧ દેવીને લક્ષત્રયનાં પુષ્પ ભક્તિપૂર્વક અર્પવાનાં છે એટલે રત્ન અને સુવર્ણનાં ત્રણ પુપ કરા–૧૨ એમ કરી, લેકને ભેગા કરી, પુત્રને સાથે લઈ, ભરિવાહનસમેત પેલે ધૂર્તિ દેવીના મંદિરમાં ગયે-૧૩ - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust