________________ 287 આખા જગતનો પ્રકાશક છે, એવા દ્વાદશાત્મા શ્રી માર્તડ સકલકરુણનિધિને શરણે આવ્યો છું--૧૯ જે અનાધનંત છે, છતાં અતનુ છે, અગુણ છે, આથી પણ અણુ છે, મહાનથી પણ મહાન્ છે; વિશ્વાકાર, સગુણ ઇત્યાદિરૂપે અંગસહિત કે અંગરહિત કલ્પ છે; એમ નાના પ્રકારની પ્રકૃતિ દર્શાવતા કેવલ પ્રકાશરૂપ આદિત્યને નિત્યે નમન કરું છું-૨૦ આવી સ્તુતિ ઉપરથી દ્વાદશમા શ્રઆદિત્ય વિક્રમાર્કને પ્રયન્સ થઇ અતિ ચાસ વચન બેલ્યા--૧૧ - હે વિક્રમાદિત્ય રાજા ! તારા સાહસથી પ્રસન્ન થયો છું, તારા મનથી તને જે ઇષ્ટ હોય તે વર માગ-૨૨ : આવું કહ્યું ત્યારે વિક્રમે ભારકરને વિનતિ કરી કે, હે પ્રભો ! આજ પયંત મેં કોઈની પાસે યાચના કરી નથી-૨૩ " માટે, હે જગપ્રદીપ! ભગવાન્ શ્રી ભારકર ! હું શું યાચું ? તમારાં દર્શન થયાં એટલે બીજાં કાંઈ ભારે ચાચવાનું નથી૨૪ ભાસ્કરે કહ્યું છે નિરીહ નાયકત્તમ ! દેવતાનું દર્શન યુગાંતે પણ વૃથા નથી થતું- 25 . - નિત્ય એક ભાર સુવર્ણ આપનારાં એવાં આ બે કુંડલ તને હું પ્રસન્ન થઈને આપું છું તે લે-૨૬ અમૃતને આહાર કરવાથી સુધા તૃષાથી મુક્ત થયેલે રાજા જેમ ગયો હતો તેમજ અસ્ત સમયે પાછો આવ્ય-૨૭ . - આ પ્રકારે કૌતુક જોઈ, વનપાવડીએ ચઢી, ને પેલાં કુલ લઈ રાજા પિતાના પુર ભણી જવા નીકળે-૨૮ . રસ્તામાં જતાં તેણે એક ચિતા સળગતી દીઠી અને અતિ કંગાલ હાલતમાં સ્ત્રીપુરુષને તે પાસે દીઠાં--૨૯ દયાપૂર્ણ રાજાએ ત્યાં આવી તપાસ કરી તે તેને આશ્ચર્ય એ થયું કે, આમને કશે રોગ તે છે નહિં છતાં શા માટે બળી મરતાં હશે-૩૦ 38. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust