________________ 2014 , . કમઠી ન દેહ દુધ્ધન પંખવાયંન પલંવયણું તવિ હુ જીવંતિ સૂયા પલોઈવા સોમ દિઠીએ-૨૭ - સૌમ્યદૃષ્ટિવાળા એવા તે રાજાની દ્રષ્ટિએ જે પડ્યું તે આર્દ્રજ થઈ ગયું અને જે ઉપર ક્રૂરદૃષ્ટિ થઈ તે તુરત શુષ્ક થયું એમ હતું.-૨૮ નરમાત્ર સદાચારવાળા, ધેનુએ કામધેનુ જેવી, વૃક્ષ કલ્પવૃક્ષ જેવાં, અને સ્ત્રીઓ માત્ર પતિવ્રતા, એમ તેના રાજ્યમાં હતું. 29 સંપૂર્ણ આયુષ જીવનારી પ્રજામાત્ર સંપૂર્ણ લક્ષણવાળી હતી, પૃથ્વી સર્વસમ્યસંપૂર્ણ રહેતી, અને મેઘ ઈચ્છાનુકૂલ વતા હતા-૩૦ ધર્મ ઉપર સદા સર્વને વિશ્વાસ હતો, પાપ કોઈ આચરતું ન હતું, અને દેવ તથા ગુરુનું ત્રિકાલપૂજન વિધિપૂર્વક થતું હતું-૩૧ : નિત્યે ધર્મચિંતન ચાલતું, પાત્રને દાન કરવામાં આવતાં, દીનને મદદ મળતી, અતિથિની પૂજા થતી, અને સર્વત્રથી દારિને નાશ થઈ ગયે હતો- 32 - અમારિ ઘોષણા સર્વત્ર કરાવેલી હતી, ફટકારાદિ કાઢી નાખેલાં હતાં, કલિકાલને એમ હઠાવી દીધું હતો, અને વ્યસનમાત્ર દૂર કાઢયાં હતાં-૩૩ - જીર્ણોધાર, નવાં ચિત્ય કરાવવાં, હજારે હત્યાનું બંધ કરાવવું, અને ધ્યાનયોગથી મરવું, એ તે સમયમાં ચાલી રહ્યું હતું–૩૪ અકાલમરણ થતું નહિ, કોઈ કોઈને મારતું નહિ, ક્રૂર કર્મથી સર્વ દૂર રહેતાં, તપસ્વીને સર્વે પારણા કરાવતાં, ધર્મશાસ્ત્ર પ્રમાણે સર્વે ચાલતા, દુષ્ટ કર્મને સર્વ દળી નાખતાં, મદમોહાદિને મથી નાખતાં, ને દ્વેષને બાળી દૂર કરતાં-૩૫-૩૬ ' એ રાજાના રાજયમાં અધિકારી માત્ર સર્વત્ર ન્યાયકારી અને શુદ્ધ હતા, અશુભ દુર્ગત અને દુષ્ટ ગમે તેટલું પુષ્ટ હોય તે પણ નાશ પામતું હતું -37 1. કાચબી દૂધ પાતી નથી કે પાંખમાં ધાલતી નથી, કે મધુર વચનથી આશ્વાસના કતી નથી, કેવલ સેમ્ય દષ્ટિથી જ તેનાં બચ્ચાં જીવે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust