________________ 280 ત્યાં ઘરધણની પત્નીને તેણે સમગ્રાગ મણિમુક્તામય આભરણ - ભૂષિત એવી દીઠી-૩૯ તેને સર્વગાર પૂર્ણ અને દેવતા જેવી જેઈને કલાઈનાં ઘરેણાં પહેરનારી એવી ભાટપત્નીએ પૂછ્યું-૪૦ સુવર્ણ, રત્ન, માણિજ્ય, આદિનાં આભૂષણ કયા ભાગ્યવાને તને કરાવી આપ્યાં–૪૧ તેણે તેને કહ્યું કે મારા પ્રાણેશ્વર પતિએ કરાવી આપ્યાં, તેજ અમિતના આપનાર છે કે જેની હું અર્ધાંગના છું-જર એવું સાંભળીને પેલી પોતાને ઘેર આવી, અને ટુટલી ખાટલીમાં પડી કાંઈ કામ ન કરવા લાગી–૪૩ સ્વસ્તિક બહારથી આવે ત્યારે ખાવાનું મળે નહિ તે જોઈને બાયડીને પૂછ્યું કે આમ કેમ પડી છે?–૪૪ તેણે ધણુને કહ્યું કે હું તમારે પાલવ ક્યાં પડી? કે આવી નઠારી રહી, અને કલાઈનાં છાપાં પહેરતી રહી-૪૫ પ્રાતઃકાલે હું વાણીઆને ઘેર છાશ લેવા ગઈ ત્યાં તેની બાયડી મેતીનાં ઘરેણાં પહેરીને ફરતી હતી–૪૬ : - તેને મેં પૂછ્યું તો તેણે કહ્યું કે મારા પ્રિયે મને ઘરેણાં કરાવ્યાં– માટે હે પ્રાણનાથી તમે મને પણ કરા-૪૭ આવું તેનું કહેવું સાંભળીને સ્વરિતકિ રાજા પાસે ગયેને સ્વસ્તિ કહી બલવા લાગ્ય–૪૮ હે સ્વામી! ઉજજયિનીપતિ! મને એક સંશય પડ છે કે આપના ચશથી આખું જગત્ ધવલ થયું પણ મારું ઘર એમને એમ રહ્યું એ શું -49 : સવે સમુદ્ર દુગ્ધસમુદ્ર થઈ રહ્યા છે, નાગમાત્ર વાસુકિ થયા છે, પર્વતમાત્ર કૈલાસ થયા છે, સ્વર્ગમાં દેવતા પણ બધા સેળભેળ થઈ ગયા છે, આપને કીર્તિપ્રતાના વિસ્તરતાં એવું થઈ રહ્યું છે, છતાં મારી સ્ત્રીને કાચના ભૂષણ છે તે શા માટે મોતી થઈ જતાં નથી–૫૮ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust