________________ 279, - તમે આ આસને બેસવા ઘણે પ્રયાસ કર્યો અને કરે છે, પણ ભાગ્ય બે ડગલાં આગળનું આગળ-૨૭ અમારો સનાતન સ્વામી તો શ્રીવિક્રમાદિત્ય છે, તેમના આસનની ઈચ્છા તેના કર્મથી હીન છતાં તમે શા માટે કરો છો ?-28 તેનું સૌભાગ્ય, તેનું ઔદાર્ય, તેનું દાન, તેની સુશીલતા, એ તો સચરાચર ત્રણે લેકમાં નથી જ નથી–૨૯. * પ્રભાવતીનું આવું બોલવું સાંભળીને ભોજરાજાએ તેને કહ્યું કે વિમના ગુણનું વર્ણન કરે—૩૦ સત્તરમી પૂતળીએ નીતિગર્ભિત વચન કહ્યું કે હે માલવાધીશ! એ, રાજાની કૃતજ્ઞતાની વાત સાંભળી-૩૧ વિક્રમાર્કનરેદ્ર દ્વીપાંતરમાં જઈ અગ્નિપૂર્ણ એવા કુંડમાં પોતાને દેહ ઝંપલાવી ચંદ્રભૂપને ઉપકાર કર્યો અને એમ સત્કાર્યનું પુણ્ય પ્રાપ્ત કરી ફરી જીવતો થઈ પોતે ઘેર આવ્યો-૩.૨ પરાક્રમી અને પ્રતાપથી ત્રિકને ભરી દેતે, શ્રીવિક્રમ અવંતીમાં રાજય કરતો હત–૩૩ અતિ અદ્ભુત દાનમહિમાથી જેણે મહેટા દાનેશ્વરી તેમને પણ ક્ષીણ ' કરી નાખ્યા તેથી ધનદ અને કલ્પદ્રુમ ગિરિગહરમાં જઈ વસ્યાં–38. સર્વાર્થ સિદ્ધ કરનાર એવા એ કૃતાથીએ કામદુઘા અને કલ્પદ્રુમને પણ એથી કરી નાખ્યાં–તેમને પણ પરસ્પરને દૂધ અને પલ્લવ આપવા, વેળા આવ્યાથી દાનનું દુઃખ પ્રાપ્ત થયું-૩૫ - એક પુરમાં તે વખતે એક ભાટ રહેતો હતો તે સર્વવિંધાનિપુણ હતો, તેનું નામ તિકિ હતું, પણ તે દરિચવ્યાધિથી પીડિત હત–૩૬ તેને સાવિત્રી નામની ભાર્યા હતી તે પવિત્ર, શીલવાળી હતી, પણ એના ઘરમાં તે પવિત્રીકરણ પણ નહિ ત્યાં સ્વર્ણ રત્નની તો વાત શી -37 એ સ્ત્રી કાળો કાંબળે ઓઢીને કોઈને ઘેર છાશ લેવા ગઈ હતી૩૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust