________________ 227 તેમની વચમાં એક સર્વને પૂર્વજ મેટ વૃદ્ધ ભૂત હતો તેને નમન કરીને બધાં યોગ્ય સ્થાને બેઠાં–૫૪ - પેલાં બધાં બાલભૂત વૃદ્ધને કહેવા લાગ્યાં કે અમે બહુ ભુખ્યાં થયાં છીએ અમને રુધિરાદિ કશું ભક્ષ કહીં પણ મળ્યું નથી–૫૫ વૃદ્ધે કહ્યું બાલકે! ખેદ મા કરે, ધીરજ ધરે, તમને સર્વને સવારમાં જ ઉત્તમ ભેજન મળવાનું છે–પ૬ બાલકોએ કહ્યું હે તાત! ક્યાં મળશે તે બતાવે, કે અમે તે સ્થાને શીઘે જઈએ ને ક્ષુધા મટાડીએ–૫૭ - વૃદ્ધ કહ્યું કે રાત્રીએ કશું શુભાશુભ બોલવું નહિ કેમકે પિતાનાં કાર્ય સાધનારા મહા ધૂર્ત ફરતા હોય તે સાંભળી જાય-૫૮ પરંતુ બાલકે એ બહુ આગ્રહ કરવા માંડે અને તેને માથે ચઢવા લાગ્યાં અને રુદન કરી કહેવા લાગ્યાં કે હે તાત ! ગમે તેમ હોય પણ કહો ને કહે–પ૯ બાલક, કર્યું, અને વિશેષે સ્ત્રી એટલાને દુરાગ્રહ મટાડે અશક્ય છે-૬૦ રુદન કરતાં એવાં તે બાલકને છાનાં રાખી વૃદ્ધ અતિસ્નેહથી કહ્યું કે સાંભળી-૬૧ * તમારા આગળ હું વિદ્વજનપ્રિય એવી સર્વ વાત કહું છું તે તમે આદરપૂર્વક સાંભળે-૬૨ . શ્રીમદ્વિક્રમાદિત્યનો વિશ્વમુખમંડન નામને પોપટ છે તે આખા . જગમાં ફરીને આવ્યો છે-૬૩ તેણે એક સમસ્યા આણી છે પણ તે કોઇના સમજવામાં આવતી નથી, અને તે સમસ્યા સમજાતી નથી એટલે વિક્રમ જવાને પણ નથી-૬૪ અને તે નહિ જાય એટલે મનાતુર એવી તે કન્યા, અવધિ પૂર્ણ થતાં, કાષ્ટભક્ષણ કરશે-૬૫ . તેની સાથે ઘણાક સ્વજનવર્ગ પણ ચિતામાં પડશે, એટલે તમારે - સારૂ ભક્ષ તે ઠામે પેદા થશે–૬૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust