________________ 245 સિધ્ધાંત પારગ, છંદસ, નીતિજ્ઞ, કવિઓ, એકકલા જાણનારા, કલા માત્ર પ્રવીણ, સાહિત્ય સમજનારા, પરસ્પર ઉત્તમશાસ્ત્રગોષ્ટી કરનારા, ઉકિ પ્રયુક્તિવચનથી સાક્ષાત સરસ્વતી જેવા જણાતા, વિચારચાતુર, ચાતુર્યાદિ ગુણયુક્ત, એવા ત્યાં પડિતો હતા, એટલે તેમની વાત સાંભળીને રાજ્ય ત્યાંજ બેઠા-૨૫- 26-27-28 તેમનામાં કેટલાક ડું ભણેલા, કેટલાક મધ્યમ; ને કેટલાક મિથ્યા પાંડિત્યનું મહાડોળ કરનારા એવા હતા–૨૯ નવો ભણેલો વિદ્યાર્થી, કામુક, અને મન્નકૂટણી, એટલાં હાથીએ ચઢેલા મહાવતની પેઠે વિશ્વમાત્રને તૃણ જેવું જાણે છે-૩૦ જે મૂર્ખ લેકે પંડિતોની મધ્યે સુભાષિત બેલે છે, તે સામાન હાયથી પોતે મરાય છે, એમ જાણતા નથી–૩૧ જે અશાસ્ત્રજ્ઞ લેકે ગર્વ કરીને સભામાં અશુદ્ધ ભાષણ કરે છે, તેમને આંખના અણસારા રૂપ ખરું વાગે છે, તેને તે જાણતા નથી–૩ર અબુહા બુહાણ મ પઢતિજે છંદલખણ વિહીનું - ભમોંન્ગ ખખ્ખખડયંસીસ તુટું ન જાણુંતી-૩૩ મૂર્ખ સારે, મૌની સારે, નતાનન સારે, પણ શાસ્ત્રહીન અશુદ્ધ બેલનાર સભામાં ભારે નહિ-૩૪ : અજ્ઞ સહજે ખુશી થાય, જ્ઞાની તેથી પણ વધારે સહજમાં ખુશી થાય પણ જરાક જ્ઞાનના છાંટાથી જે દાધાબળ્યું હોય તેને તે બ્રહ્મા પણ રાજી ન કરી શકે-૩૫ કેટલાક ગર્વયુક્ત મૂર્ણ કાલકૂટ જેવા હોય છે અને પિચુમંદના ફલા જેવું કડવું વચન બોલે છે-૩૬ એ મદદધત પંડિતે એમ કરી રહ્યા છે તેવામાં તેમની વાણી સાંભળીને રાજાએ કહ્યું - 7 '. આગમથી કે યુક્તિથી જે અર્થનું અધિગમન થાય તેની સોનાની પેઠે કોટી કાઢીને તેનું ગ્રહણ કરવું, પક્ષપાતથી શો લાભ છે?--૩૮ * સાંભળવા માટે કાન આપ્યા છે, બુદ્ધિ અને વાણી વિચારવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust