________________ 259 તેમનું વચન રાજાએ બરાબર સાંભળી રાખ્યું, અને પ્રભાત થતાં રાજા પેલા પુર તરફ ગયે-૭૭ * પુરીની બહાર એક માનસ જેવું સુંદર સરોવર ચંદ્રબિંબ જેવું આવી રહેલું હતું, ને તેમાં અમૃત જેવું જ હતું–૭૮ - ત્યાં જલ પીને પાલ ઉપર આંબાના વૃક્ષ નીચે રાજા પોતાની પ્રિયાસહિત, રાતે સાંભળેલું બનવાની રાહ જોતો બેઠે–૭૯ અઘટિત ને ઘડે છે, સુઘટિત ને નિવારે છે, જેની સંભાળ વિધિ કરે છે તેનું શુભાશુભ થાય છે–૮૦ અઘટિત ઘટિતને ઘડે છે, સુઘટિત ઘટિતને નબળાં પાડે છે, જેને પૃષ્ણને વિચાર પણ ન આવે તે વાત વિધિ બનાવે છે–૮૧ ) લાંબા વખતના રોગથી પીડાતો તે પુરને રાજા તે સમયે મરી ગયો અને તેને પુત્ર ન હતું તેથી લંકાએ પંચદિવ્ય તૈયાર કર્યો-૮૨ ' ' ' રાજયાધિષ્ઠાયક દેવતાનું બહુ ઉત્તમ પૂજન કર્યું અને હાથી, ઘેડે, છત્ર, અને બે ચામર તૈયાર કર્ય-૮૩ - શુધેકપૂર્ણ કુંભ હાથીના કુંભસ્થલે મૂળે ને એમ કહ્યું કે જેને માથે હાથી આ કુંભ ઢોળશે, તેમજ જેને માથે આ છત્ર પોતાની મેળે ઉઘડીને ધરાઈ જશે, જેની ડાબી જમણી બાજુએ આ બે ચામર પિતાની મેળે ઉડી રહેશે અને તે જ સમયે દેવતા આકાશમાં દુંદુભિનાદ કરશે તે મનુષ્ય રાજા થશે–એમ કહી તેમણે પંચશબ્દાદિવાદિત્રથી મંગલધ્વનિ આરંભા -84-85-86-87 : બે રસ્તે, ત્રણ રસ્તે, ચકલે, સર્વ ઠામે નગરમાં પાંચ દિવ્ય ફેરવ્યાં પણ કેઈને રાજ્ય મળ્યું નહિ-૮૮ એમ કરતાં જયાં જયશેખર પ્રિયાસમેત આંબાના વૃક્ષતલે સરેવરની પાલે બેઠે હતો ત્યાં ગામ બહાર સર્વ આવ્યા--૮૯ ત્યાં આવતાં જ પંચદિવ્ય થકી તેને રાજા ઠરાવવામાં આવે, અને આનંદ પામતા લેક પુરમાં પિઠા -90 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust