________________ હે લક્ષ્મિ! તમને પ્રસવ આવાથી જલને રાશિ તે રત્નાકર થશે, તમારા પાણીનું ગ્રહણ કરતાં તમારે પતિ ત્રિલેકનાથે થયે, તમારે પુત્ર હવાથી કંદર્પ પણ જનચિત્તને ચેરનાર મહા સમર્થ થયો, મને એ જ લાગે છે કે મહત્ત્વ પ્રાપ્તિ જે છે તે સર્વત્ર તમારેજ આધીન છે-૩ર : * કાણો, કાળો, ગોવાળીએ, માતા વિનાને, અશક્ત, છતાં લક્ષ્મીથી અલંકૃત હેવાને લીધે પુરુષોત્તમ કહેવા–૩૩ અગુણજ્ઞ પણ ગુણી થાય છે, કુરૂપ સુરૂપ થાય છે, મૂર્ખ પણ વિદ્વજજનોમાં માન પામે છે, લક્ષ્મીથી બધું બને છે--૩૪ - ભુખ્યાથી કાંઈ વ્યાકરણ ખવાતું નથી, તરસ્યાથી કાવ્યરસ પીવાતો નથી, કેઇએ છંદથકી કુલનો ઉદ્ધાર કર્યો નથી માટે સુવર્ણને જ પ્રાપ્ત કરે, કલાવિદ્યા આદિ તો નિષ્ફલ છે-૩૫ આલસ્યનું નામ સ્થિરતા પડે છે, ચાપલ્યનું નામ ઉઘોગ થાય છે, મૂકત્વ મિતભાષણ કહેવાય છે, મુગ્ધત્વ આર્જવ ગણાય છે, પાત્રાપાત્રવિચારાભાવ ઉદારતા થઈ જાય છે, હે માતા લક્ષ્મિ ! તમારા સ્પર્શથી દેષ પણ ગુણ બની જાય છે-૩૬ સ્વજનોની આવી વાત સાંભળીને પુરંદર વહેવારીઆએ સ્વજનને સ્પષ્ટ કહ્યું-૩૭ * * ગતને શોક કરવો નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, જે વિચક્ષણે છે તે વર્તમાન કાલનેજ જુએ છે-૩૮ સાચવ્યા છતાં, કે ઘરમાં બાંધીને ડાયા છતાં પણ લક્ષ્મી જતી રહે છે, કેમકે વીજળીના ઝબકારા જેવી ચપલ છે, સંધ્યાકાલના રાગ જેવી ક્ષણિક છે--૩૯ ( જે વખત જે કાલ હોય તે નીભાવ, રંક રાજા થાય, કે નિર્ધન પણ કર્મથી જગદીશ્વર થાય-૪૦ આ કર્મની જ મોટી વાત છે, પ્રહાદિ શું કરી શકે? વસિષ્ઠ જેવાએ લગ્ન જોઈ આપ્યું હતું તો પણ રામને વનવાસ વેઠ પડ્યો-૪૧. , . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust