________________ 237 : . પુરંદરે ધીમેધીમે પિતાએ પ્રાપ્ત કરેલું ધન સાફ કરી નાખ્યું, અને પાંચ વસ્તુવિનાનું સાક્ષાત્ નિર્ધનત્વ તેજ પ્રાપ્ત કર્યું–જર અન્ન, વૃત, ગૃહ, ધાન્ય, ને વાસણ, એ પાંચ; તે પાંચ વિનાને થઈ દારિષ્યમૂર્તિ બની રહ્યો-૪૩ સદ્રગ્ય છે તે જ વિષ્ણુની પેઠે સર્વ કાર્યમાં પૂજાય છે, અદ્રવ્ય છે તે મહાદેવ અને બ્રહ્માની પેઠે ગામ બહાર જ રખાય છે–૪૪ જ્યાં જાય, સુવે, ખાય, બેસે, બોલે, ત્યાં ત્યાં એ પુરંદર લધુતાને પામતો ચાલ્ય અને સ્વજને તેનો તિરરકાર કરવા લાગ્યા.-૪૫ ત્યારે પુરંદરે બુદ્ધિથી મનમાં વિચાર્યું કે અહીં મારાં પૂર્વકર્મનું ફલ ઉદય થયું--૪૬ વાઘ અને મત્તગજેન્દ્રથી પૂર્ણ એવા વનમાં જવું તે સારૂ, ઝાડતલે વાસ કરે અને પત્ર ફલ ખાઈ જલ પીને પડી રેહેવું તે સારૂ, તૃણની શય્યા કરીને ઝાડની છાલનાં વસ્ત્ર પહેરવાં તે સારૂ, પણ પિતાનાં ભાંડુમાં નિધન જીવ્યું સારું નહિ–૪૭ - વરિ હાલાહલ કવલીઉં વરિ અરિધરિ કિય ભિખ વરિ દાલિદહ વિવરીઉ ઉરિ ઘલીય ખગ્ગસુતિખ-૪૮ વરિ જલિ કંપા વરિ જલ સિવારિ વિવરશ્મિ પાવસ , વરિકરી ફુરસી ફારણ ફણવઈ વયણ આસક્સ-૪૯ વરિ વઈરીય પયાસવકિય વરિ વણિ હય સારંગ મા ઉણિ પંથિય મગેણિહિંધણીયા કીય મુહભંગ–૫૦' પુરુષ નિર્ધન થાય ત્યારે તેણે વિદેશ જવું તે સરૂ; જો ધન હોય તે જ દાનાદિપરાયણ રહી પોતાના દેશમાં વસવું-૫૧ * ' આવી રીતે પરાભૂત થયેલે તે વિદેશ વિલેક્વા માટે પિતાનું ગામ તજીને ચાલ્યો–પર છે. હાલાહલ પીવું ઉત્તમ, શત્રુ ઘેર ભીખ સારી, દારિચ વેઠવું ઉત્તમ, પેટમાં તીખી કટાર ઘેચવી સારી, જલમાં ઝંપલાવવું સારૂ, એમ અનેક વિપત્તિ સારી પણ માર્ગમાં માગણો ઉપર ધનવાન જે મો મચકોડે છે તે વેઠવું ઉચિત નથી એમ ભાવાર્ય છે. ભાષા પ્રાચીન ન ગૂજરાતી-અપભ્રંશ છે, તેથી અર્થ સરલ છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust