________________ . નૃપના ચરણે મસ્તક નમાવી તે પાસે બેઠે, એટલે નંદરાજાએ ગણદ કઠે તેને કહેવા માંડયું-૩૧ - હેમંત્રી! રાજયના ભારને ઉપાડી લે તેવો મારે પુત્ર વિજયપાલ સર્વ વિધાને જાણ છતાં કઈ રીતે ભરાઈ પડે છે-૩૨ શારદાનંદન મહાજ્ઞાની જે ત્રણે વિશ્વની વાત જાણત અને દેખતો તેને તે મેં પાપીએ હર્યો છે–૩૩ જે એને માર્યો ન હેત તે પુત્રની કશી ચિંતા હતી નહિ, પણ ભાવિની કરેખા બલવાન હોય ત્યાં ઉપાય સુજતો નથી-૩૪ સૂર્ય પશ્ચિમ દિશાએ ઉગે, પર્વતમસ્તકે શિલાતલમાં કમલ ઉગે, મે ચલે, અગ્નિ શીતલ થાય, તે પણ ભાવિની કર્મ રેખા ચલતી નથી-૩૫ કેરડાને ઝાડે પાંદડાં નથી તે તેમાં વસંતનો દોષ છે ? ઘુવડ દિવસે ' દેખે નહિ તેમાં સૂર્યને દેષ શો? ચાતકના મુખમાં ધારા ન પડે તેમાં મેઘને * દોષ શે ? વિધિએ પ્રથમથી જ લલાટે જે લેખ લખ્યા હોય તેને કોઈઉખાડી શકે એમ છે ?-36 જામઈ પછઈ સંપજઈ, સા જઈ પહિલી હેઈ, કજ ન વિણસઈ અપ્પણઉ, દુજ્જણ હસઈ ન કેઈ–૩૭ હે મંત્રીશ! શારદાનંદનને શોક કરૂં કે સુતને, એક ગુરુ ગુણપૂર્ણ હતે બીજો પ્રાણવલ્લભ છે–૩૮ ' અત્યંત પાપ જેણે કરેલું એવા મેં આ લેકમાં જ પાપનું ફલ ચાખ્યું, હવે મારે જીવવાની જરૂર નથી, મારે મરવું જ સારૂ છે-૩૯, ' ત્યારે બહAતે રાજાને કહ્યું કે મહારાજ! શારદાનંદનને માર્યો તે હવે કાંઈ ન માર્યો થવાને નથી–૪૦ , . ( ગઈ વાતને શોક કરવો નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, એમ - કેવલ વર્તમાનમાં જ વિચક્ષણે વર્તે છે–૪૧ . . . 1. આ લોક ભર્તુહરિકૃત નીતિશતકમાં છે, '' 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust