________________ 143 મક્ષિકા પણ ક્ષીર અને નીરનો વિવેક તે જાણે છે છતાં પ્રસિદ્ધિ રાજ. હંસ પામ્યા છે, એમ યશ તે પુણ્યથી મળે છે–૭૪ - એમ છતાં પણ બ્રાહ્મણે પિતાની કુલદેવીનું આરાધન કર્યું, ને એકજ - ધ્યાનથી કુલદેવી તેને પ્રસન્ન થઈ–૭પ . તારા મનની ઈચ્છા પૂર્ણ થાય એવું જે વરદાન હોય તે માગ, એમ કહેતાં જ ભૂધર બોલ્યો કે મારા કુલને યોગ્ય એ પુત્ર આપ–૭૬. કે જેના વડે આપની પૂજા ચાલતી રહે ને મારે વંશ પણ કાયમ રહે, ને મારા ગુરુજન તથા સ્વજનને મહા આનંદ થાય-૭૭ - દેવતાએ કહ્યું, હે વિદ્ર! મેં તને પવિત્ર વાણીવાળે પુત્ર આપ્યું, પણ તારે એ પુત્રનું નામ દેવદત્ત પાડવું, એટલી મારી આજ્ઞા છે-૭૮ એટલું કહીને અતિ વિશારદ એવી તે કુલદેવી અંતર્ધાન થઈ ગઈ, ને પુણ્યના યોગે બ્રાહ્મણને ઘેર પુત્રને પ્રસવ થયે–૭૯ ક્રમે ક્રમે તે પુત્ર ઘણાક દર્ભના સમૂહની પેઠે વધવા લાગે, તેમ તેને જન્મ પણ રાજયોગવાળા શુભ લગ્નમાં થયેલ હતો-૮૦ ભૂધરે તેનું નામ દેવદત્ત પાડયું, ને પોતાના ઘરની શક્તિ પ્રમાણે જન્મ મહોત્સવ પણ કર્યો-૮૧ ' તેવામાં જ શૃંગારમંજરી નામની વિક્રમરાજાની રાણીએ હજારે મનોરથ ઉપજાવવા રૂપી આનંદ વિસ્તારતા પુત્રરત્નને જન્મ આપ્યો-૮૨ શ્રી વિક્રમભૂપાલે ગામનાં હાટ વગેરે શણગારાવી પંચશબ્દાદિપૂર્વક મહામહેત્સવ કરા--૮૩ કેઈ યાચક છે? જેને દાન આપવાનું બાકી હૈય; કઈ બંધનવાળા હજી અમુક્ત છે જેને છોડાય-૮૪ એવો કોઈ કર નથી કે જે સુહર્ષથી કાઢી નાખવામાં ન આવે, પરંતુ આશ્ચર્ય એ છે કે કન્યાને કર તો નિર્ભય થઈને ગૃહવામાં આવે છે-૮૫ ચારે દિશામાં ઘણાક દિવસ સુધી આનંદ વ્યાપી રહ્ય, મહત્સવ ઉપર મહોત્સવ થ–૮૬ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust