________________ 167 તારે હીમત લાવીને એ ધરામાં ઝંપલાવવું અને શેવાલમાંથી દરા રત્નસહિત સીપ ઉપાડી લેવી--૧૫. તે રત્ન આણીને વિક્રમાદિત્યને, તારે દશ કટિ દ્રવ્ય લઈને આપવાં–૧૬. " એ દશ રત્નોનો જે પ્રભાવ છે તે હે ભદ્ર! મારે મોઢેથી સાંભળ. એકનું નામ તમેહર છે, બીજાનું સુખદાતા છે, ત્રીજાનું કેશરક્ષાકર છે, ચોથાનું કેશવર્ધન છે, પાંચમાનું વિષહર છે, છઠ્ઠાનું અગ્નિશામક છે, સાતમાનું શત્રુભયહર છે, આઠમાનું જલમઈક છે, નવમાનું રોગહર છે, દશામાનું કામવર્ધન છે-૧૭-૧૮-૧૯. આ દશ રત્ન જે વ્યંતરાધિષિત છે તે શ્રીવિક્રમને જ યોગ્ય છે અને ન્યને મેગ્ય નથી-૨૦. એટલું કહીને મહાલક્ષ્મી વેગે અદૃશ્ય થઈ ગઈ અને શ્રીધર સવારે ઉઠીને દક્ષિણ દિશા ભણી ચાલ્ય–૨૧. વેગે ગમયાદ્રિએ પહે, ને રેવતીને તટે જતાં ત્યાં વજચંચ નામને ધરે જોયે-૨૨. શ્રી દેવીને નમસ્કાર કરીને તેણે સાહસ કરી ઝંપલાવ્યું–અહો! દ્રવ્યને માટે શું શું દુર્ધટ પણ પુરુષો કરતા નથી–૨૩. કેમકે વૃદ્ધ, વૃદ્ધ, વૃદ્ધ, બહુશ્રુત, તે બધા ધનવૃદ્ધને બારણે કિંકરવત ઉભા રહે છે–૨૪. ' ભુખ લાગે તે કાંઈ વ્યાકરણને બચકાં ભરાતાં નથી, તૃષા લાગે ત્યારે કાવ્યરસ પીવાત નથી, વિદ્યાથી કોઈએ કુલને વાર્યું નથી, સુવર્ણ મેળવવા યત્ન કરે, ક્રિયા માત્ર વ્યર્થ છે.-૨૫. 'સૂર્ય દેવ છતાં પણ સુવણાદ્રિની આસપાસ ભમે છે, અન્યત્ર જતો નથી, અને પતંગ દીપમાં પડી તુરત મરણ પામે છે.-૨૬. સુવર્ણથી નાક તૂટી જાય તો પણ સ્ત્રીઓ તેને ફરી પેહેરે છે, દ્રવ્યોથે પિતાના ગાત્રને પણ પાંડેએ મહાકષ્ટ દીધું છે.-૨૭. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust