________________ 181 કસ્તૂરિના આદથી પૂર્ણ એવા જલથી પુષ્કરિણીઓ ભરેલી હતી તેમાં રાજા અને રાણીઓ પરસ્પર સંમત કરવા લાગ્યાં–૮૩ L. બીજા પણ આનંદીક સર્વત્ર રમતાં રમતાં શૃંગારરંગના વિવિધ વિલાસે ચઢી કામસુખ ભોગવવા લાગ્યા.-૮૪ તે વનમાં અતિ પ્રભાવવાળી, શતદેવીથી લેવાયેલી એવી મનકામના પૂર્ણ કરનારી આશાપૂરી દેવી હતી-૮૫ તે તુષ્ટ થતાં નિર્ધનને ધન આપનારી, અપુત્રને પુત્ર આપનારી, રંકને રાજય આપનારી, પંઢને કામસુખ આપનારી, આંધળાને આંખ આપનારી, હીનાંગને અંગ આપનારી હતી, પણ છ થતાં તો કાલયમરૂપ હતી--૮૬-૮૭ તેના આગળ એક રાજચછાવાળે કોઈ તપ કરતો હતો, ને એક માસ માસના ઉપવાસ કરી શુષ્કપર્ણથી પારણું કરતો હતો-૮૮ " એટલું જ નહિ પણ આખા દિવસમાં એકજ ઘટિકા સુવું ને બાકીની ઓગણસાઠ ઘટિકા તપ કરવું એ તેને નિયમ હતે-૮૯ એમ કરતાં તેને બારવર્ષ વીતી ગયાં, પણ તેના ભાગ્યને દેવી પ્રસન્ન થઈ નહિ-૯૦ - બીજ ઈચ્છાવાળાને તે સાત કે પાંચ દિવસમાં પ્રસન્ન થતી, પણ આને તે બાર વર્ષે પણ થઈ નહિ-૯૧ . કોઈ પણ અસત્ય વચનથી કાર્ય સિદ્ધ થતું નથી, ધર્મનું મૂલજ ' સત્ય છે, ને સત્યથીજ બધું સિદ્ધ થાય છે–૮૨', ', ધર્મની ઉત્પત્તિ સત્યથી થાય છે, ને દયાદાનથી તે વૃદ્ધિ પામે છે. * ક્ષમાથી સ્થિર થાય છે, ને ક્રોધ તથા લેભથી વિનાશ પામે છે–૯૩ ' ધર્મથી ધન મળે છે, ધનથી સર્વ કામ સંપૂર્ણ થાય છે, કામ પૂર્ણ થવાથી સર્વ ઈદ્રિયસુખ પ્રાપ્ત થાય છે, કાર્યની ઈચ્છા રાખનારે કારણની શોધ કરવી, અર્થાત ધર્મજ સાચવે એમ તત્ત્વ કહે છે-૯૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust