________________ ! - 214 આ સભાગ્યનાથ, સાહસિકશિરોમણિ, એવા મહાપુરુષને આ કન્યારત્ન આપવું જોઈએ, જેમાં વિલંબ ન કરે–પ સુવર્ણરત્નાદિથી શણગારેલી પુષ્પની વરમાલા હાથમાં લઈને નરમહિની તેની તરફ આવી-૬ હે સ્વામિન! તમે મને ખરીદી છે, તમે મને કલંકથી મુક્ત કરી છે, હું તમારી છું, તમારી દાસી છું, આ વરમાલા પહેરે-૭ આ સુવર્ણ, આ મહેલ, મારો દેહ, મારો જીવ, દાસી, દાસ, સર્વ તમારે સ્વાધીન છે-૮ એવું કહીને જેવી વરમાલા વિક્રમની કંઠમાં આપે છે કે રાજા નરમહિની પ્રતિ બે -8 | હે માનિનિ મારી વાત સાંભળે, મેં તમને રાક્ષસાધમથી મૂકાવ્યાં અને ભયથી તથા કલંકથી મુક્ત કર્યો, એટલે હું તમારે પિતા ને તમે મારાં પુત્રી થયાં, અર્થાત એવા સંબંધમાં વરમાલા આરોપાય નહિ, પણ હવે શું કરાય તે હે ગાંભીર્યગુણસાગરે! હું તમને બતાવું-૧૦-૧૧ હે ભદ્ર! તું ગુણગ્રાહ્ય છે, એટલે મારું કહેવું માનીને મારા પ્રિય આ કમલાકરને વરમાલા આરોપ-૧૨ આ વાત સ્વીકરીને, રાજાના હિતવચન પ્રમાણે, મુગ્ધાંગી નરમોહિની પદ્મિનીએ કર્યું–૧૩ વિકમાર્કે કમલાકરને બોલાવી, સર્વ જનને પ્રિય એવું રાત્રીનું વૃત્તાન્ત કહી બતાવ્યું-૧૪ દત્તે તે કન્યા વિવાહેત્સવ પૂર્વક તેને આપી, અને પહેરામણીમાં સર્વસંપૂર્ણ ગૃહ પણ આપ્યું–૧૫ - પછી વિક્રમાદિત્ય આ પ્રકારે કમલાકરની મનવાંછને પૂર્ણ કરી, ઉ. જજયિની તરફ ગયે-૧૬ જયસેના પૂતળીએ ભેજરાજાને ફુટ રીતે કહ્યું કે તમારૂં ઔદાર્ય જો આવું હોય તે આ સિંહાસને બેસે–૧૭ P.P.Ap. Gunratnasuri M.S. bun Gun Aaradhak Trust