________________ 187 " ગુણસાગર એવો તે મહિમાવાળું મુહૂર્ત જોઈ, અભિષેગે સર્વ સામગ્રી કરી, પવિત્ર છત્ર ધરાવી, ઉત્તમ ચામર સમેત, પિોતાના રાજ. વર્ગને લઈ સિંહાસને બેસવા આવ્ય-૨૩ તે સમયે એના ગુણોનું ગાન વારાંગનાઓ કરી રહી હતી, એના પરાક્રમનાં બિરુદ ભાટ લેક ઉચ્ચારતા હતા, વેદવેદાંગપારંગત વિદ્રજજનોથી આશિર્વાદ ભણ હતા, ને યુવતીઓ પદે પદે વધાવી રહી હતી–૪-૫ - સર્વાગ સુંદર, શ્રી માન, સર્વ સામગ્રી સમેત, શ્રીભે જ ભૂપાલ સિંહાસ ન પાસે જઈને જે બેસવાનું કરે છે તેવી જ જયવતી નામની આઠમી પૂતળી જે અતિ તેજથી ઝળકી રહી હતી તે આવું ઇષ્ટ વચન બોલી-૬-૭ હે ભેજરાજા! વૃથા પ્રયાસ મા કર, એ પ્રયાસ રંડાને પ્રત્તિ કરાવવા જે, કે ચંદ્રથી અમૃતપાન કરવા જેવો છે--૮ પૂર્વને તજીને કદાપિ સૂર્ય પશ્ચિમ ઉગે, સમુદ્ર મર્યાદા તજે, પુથ્વી રસાતલ જાય, મેરુ ચલે, ચંદ્રથી અગ્નિ વર્ષ, સૂર્યથી અંધકાર વિસ્તરે, હિમથી બીજ કુટે, વાંઝણુને પુત્ર થાય, કાંકરાથી તેલ નિકળે, મૃગતૃષ્ણામાં સ્નાન થાય, છાશથી ઘી થાય, કણવીરથી ફલ પ્રાપ્તિ થાય, પીપળાથી પુષ્પ મળે, શીઆળના શિંગડાનું ધનુષુ થાય, કેરડાનાં પત્રનો પડીએ થાય, અગ્નિ શીતલ થાય, આકાશમાં પુષ્પ થાય, તે પણ તમારે આ સિંહાસને બેસવું એ કદાપિ બને નહિ-૯-૧૦-૧૧-૧૨-૧૩ આદા. હૈય, ગાંભીર્ય, વીર્ય, પરાક્રમ, ઈત્યાદિ ગુણસમૂહથી શ્રીવિક્રમાર્કજ શોભાયુક્ત છે, અન્ય કોઈ નથી–૧૪ * * કોઈ કદાપિ ધુણાક્ષર ન્યાયે કરીને સમાન થાય તે તે શ્રી વિક્રમના આસન ઉપર ભલે બેસે–૧૫. આવાં જ્યવતીનાં વચન સાંભળીને ભેજરાજા બે કે, હે ભદ્ર! વિક્રમરાજા તે કેવાક હતા ?-16 તું તેમની પાસેથી ભારે લાંચ પામી જણાય છે કે નજરમાં આવે તેમ તેને વખાણ્યાંજ જાય છે, ને ગમે તેવી લવ કરતાં શરમાતી નથી–૧૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust