________________ 203 પ્રણામ કરીને તે બોલ્યો કે હે સ્વામિન્ ! કાશ્મીર દેશમાં રત્નપુર નગરમાં મેં મહતુક દીઠું-૮૭ એમ કહીને તેણે સરોવરાદિ સર્વ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો છે સાંભળીને વિક્રમને બહુ આશ્ચર્ય અને કૌતુક પેદા થયાં-૮૮ તે ઉપરથી એ કેતુક જેવાને, પરોપકારપરાયણ અને દીદ્ધારધુરંધર એ રાજા ત્યાં ગયે-૮૯ એ તરફનાં વન જોયાં, સરવર જોયું, તેમ દાનશાલાસમેત મહાચિત્ય પણ જોયું–૮૦ - દશભાર સુવર્ણ મહાપુરુષ જો, અને ચિતાને માટેનાં લાકડાં પણ ત્યાં જયાં-૯૧ તે ઉપરથી કોઈ પુરુષને પૂછયું કે અત્ર ચિતા શા માટે રચી છે? તે તેણે કહ્યું કે હે ભદ્ર! અત્ર મહારિષ્ટ થનારૂં છે-૯૨ - રત્નસાર વહેવારીઓ જે બહુ ડાહ્યો છે, કુબેર જેવો ધનવાનું છે, તે દાનપુણ્યાદિ કરીને ચિતાપ્રવેશ કરનારો છે–૮૩ તે તેના અંતઃપુરનાં પાંચસે તથા બીજાં સ્વજન, દાસ, સેવક, મિત્ર, તે સર્વ ચિતાપ્રવેશ કરશે–૮૪ એવું સાંભળીને મહાદયાનિધિ એવો શ્રીવિક્રમ રાત્રી સમયે સરોવરના જલની અધિષ્ઠાત્રી દેવી આગળ ગયે-૯૫ જઈને દેવી આગળ વિક્રમ રાજા અતિ ચારુ વચન બોલ્યો કે જેને બત્રીશ લક્ષણે પુરુષનું રૂધિર જોયતું હોય, તે હું આ આપું છું તે લેજે, ને તૃપ્ત થજે. આવું બેલીને તે મહાપરાક્રમીએ પિતાનું માથું ઝટ કાપી નાખ્યું-૯૬-૯૭ : ' જેવું માથું પડે છે તે જ દેવીએ હાથ ઝાલ્ય ને કહ્યું કે હું પ્રસન્ન થઈ છું, જે મરજી હોય તે માગો-૯૮ હે અધિષ્ઠાત્રિ! જે ખરેખરી તું પ્રસન્ન થઈ હોય તો હે માતા! આ સરોવરને જલથી ભરી કાઢ-૯૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust