________________ 187 શ્રી રામચંદ્રસૂરિએ રચેલા શ્રી વિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની છઠ્ઠી કથા થઈ–૫૭ : ઇતિ સિંહાસન દ્વાર્નાિશિકાયાં પછી કથા, વળી શ્રી ભોજરાજ બધી સામગ્રી કરીને સુંદરસભાને વિષે સિંહાસને બેસવા સારૂ આવ્ય–૧ - તે ધારાનો આધાર, વિજિનીને ઈશ, ધારાધર જે સુંદર, નિરાધારને અસ્ત્રધારથી ધેર્યરૂપ ઔષધો આપનાર હતો-ર તે સમયે સુવર્ણ, રત્ન, માણિક્ય, રૂપ્ય, વસ્ત્ર, પ્રવાલ, ગજ, અશ્વ, ગ્રામ, નગર ઇત્યાદિ દાન પતે કરતો હ–3 * દાનથી દુરિત દૂર થાય, દાનથી રાજા તુષ્ટ થાય, ને દાનથી ભૂતપ્રેત પિશાચાદિ પણ વશ થાય-૪ દાન છે તે મહિમાનું નિદાન છે, કુશલતાનું કારણ છે, કલંકરૂપી હાથીનો સિંહ છે,શ્રીકલકંઠી દૂત છે, સિદ્ધિરૂપ વધૂની સંગમે પહોંચાડનાર સુપાત્ર થાય તે ધર્મલાભ કરે છે, તે સિવાયનાને થાય તે દયા ને . શાન્તિ પમાડનારૂં છે, મિત્રને થાય તે પ્રીતિ વધારનારૂં છે, રિપુને થાય તે . વૈરને હરનારૂં છે, “ત્યને થાય તે ભક્તિને વધારો કરનારૂં છે, રાજાને થાય તે માન અપાવનારૂં છે, ભાટ આદિને થાય તે યશ વધારનારૂં છે, અહે દાન છે તે કહીં પણ નિષ્ફલ નથી-૬ દયા પાત્રને દાન આપીને દેવપૂજન કર્યું, અને ચતુરચિત્તવાળા તેણે ગુરુને ભકિતથી નમસ્કાર કર્યો–૭ - પછી જેવો ભેજરાજા તે દેવતાધિષ્ઠિત સિંહાસન ઉપર ઉત્કંઠાથી પગ મૂકવા જાય છે, તેવી જ લીલાવતી નામની સાતમી પૂતળી બેલી કે હે મહીનાથ! મા બેસો, મારૂં વચન સાંભળ-૮-૯ , 1, સેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust