________________ 189 જયાં વણીલંઘન લોકમાં નથી, માત્ર વ્યાકરણશાસ્ત્રમાંજ વર્ણવિપથય રહેલ છે-૨૨ વર્ણગમ, વર્ણવિપર્યય, વર્ણવિકાર, કે વર્ણનાશ, અથવા ધાતુને તદર્થતિશયથી ચોગ, એ પાંચ પ્રકારનું નિરુક્ત કહેવાય-ર૩ કવચિત પ્રવૃત્તિ, કવચિત અપ્રવૃત્તિ, કવચિત વિભાષા, કવચિત તે સર્વથી કેઈ જુદુજ, એમ બહુલક પણ ચાર પ્રકારનું જાણવું–૨૪ // એમ સર્વ શાસ્ત્રના વિચારને જાણનારા, તત્ત્વાચારપરાયણ, ધર્મકાર્યમાં અમ, પાપકાર્યથી ડરતા, કીર્તિને જ લેભ રાખનારા પણ નારીને નહિ એવા, સત્યવાણીમાં કુલ, સદા ઉપકાર કરનારા, નિર્લોભ, માનરહિત, અક્રુર, અક્રોધી, આદ્ર, કલિને કલેષ હરનારા, પરાપવાદAવણમાં મન ધરનાર, પરમાત્માને જાણનારા, શરીરની જુગુપ્સા કરનારા, સંપત્તિમાં અનૌદ્ધત્યવાળા, ઉદાર, સુબુદ્ધિવાળા, કુબુદ્ધિરહિત, એવા જ કેવલ નિર્ભય હોઈ દેવલેક જેવા જ્યાં વસે છે-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ તેમનામાં એક મના નામને વહેવારીઓ હરિ જે હતો, તેને રાજાનું બહુ માન હતું, ને તે મહાસમૃદ્ધિવાળા હત-૩૦ તે કદાપિ પણ પોતાના ચિત્તનું પારંપર્ય જાણ નહિ, અને સર્વધર્મક્ષેત્રને વિષે પુષ્કલ દાન કર્યા જતે-૩૧ જે જે કરીઆણું તે બધું એના ઘરમાં શુદ્ધ, પાપરહિત મળે, માત્ર મધુલેહાદિકજ ન મળે-૩૨ મધુ, અક્ષણ, લાક્ષા, ચર્મ, નખ, શૃંગ, કસ્તૂરી, હિંગ, નીલિકા, સાજીખાર, વાંસ, મૃત્તિકા, પાષાણ, વેતસ, ઈત્યાદિ તે કદાપિ રાખતા નહિ--૩૩-૩૪ ત્રણે કાલે પૂજા કરતો, અને સર્વપર્વમાં પૈષધ(હે) કરતે, તેમ મુનિની પેઠે વિષયને ત્યાગી, પ્રિયવાફ, અને બુદ્ધિમાન હત--૩૫ 1. વર્ણ એટલે ચાર વર્ણ, અને વર્ણ એટલે અક્ષર એ બે અર્થ લેતાં વિરોધ અને પરિહાર સમજાશે. નિફક્ત, બાહુલક, એ પણ વ્યાકરણ પરિભાષા છે. શબ્દ સિદ્ધ કરવામાં અમુક શબ્દ અમુકરૂપે છે એમ તેનું નિર્વચન ને નિહા, જેમકે, વણાગમથી હંસ, વર્ણવિપર્યયથી સિંહ, વર્ણવિકૃતિથી ગૂઢાભા (ગૂઢઆત્મા), વર્ણનાશથી પૃષોદર, ઇત્યાદિ. બાહુલક એટલે પ્રત્યયાદિ લગાડવામાં કે અંગકાર્ય થવામાં જે વિકલ્પ તે વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust