________________ 166 . તે વખતે ગોત્રજા દેવી લક્ષ્મીએ કહ્યું હે શ્રીધર ! કેમ જાગતું નથી, હું આવી છું તેને જાણતા કેમ નથી, ને આસન પણ કેમ આપતે નથી ?-3 શ્રીધરે કહ્યું હું તે ઉંધું છું, તમારે જવું હોય તે નીરાંતે જાઓ, કોઈ ઠેકાણે એકે બારણું બંધ નથી–૪. - આવું સાંભળી ગોત્રજાએ કહ્યું કે મારું હિતવાક્ય સાંભળ, હું સાત દિવસ સુધી તારા ઘરમાં રહીશ–પં. તેણે કહ્યું હે ગોત્રજા લક્ષ્મી ! મારા ઘરમાં એવું કાંઈ નથી કે જે ખાવાના ખપમાં આવે, એટલે રહીને શું કરશે ?- 6 1 ગોત્રજાએ કહ્યું કે જ્યાં હું ત્યાં સર્વ છે એમ જાણવું, જેમ સૂર્યોદય થતાં અજવાળાને આવવાપણું જ છે નહિ-9 * અંધકાર અકસ્માત જ જતો રહે છે તેમ તારૂં દારિદ્રય શીઘ્ર ગયું એમ જાણ અને તને ઘણું ધન મળ્યું સમજ--૮. તને હું એવો ઉપાય બતાવીશ કે જે કરવાથી તે જે વાપરી નાખ્યું છે તે કરતાં દશગુણ દ્રવ્ય તારા ઘરમાં થશે.-૯. . અહીંથી દક્ષિણ દિશાએ ઉત્તમ ગેમયાદ્રિ આવે છે ને ત્યાં એક હજારો ધરાવાળી રેવતી નામની નદી છે--૧૦. . ને ત્યાં વજચંચા નામને પવનદ જે એક ધરો છે, તેમાં લક્ષ પત્રનું લાખો પદ્મથી પરિવૃત એવું પદ્મ હશે–૧૧. - તેની હું અધિષ્ઠાતા છું, ને મારો વાસ ત્યાંજ છે, ને અંદર જલને અધિષ્ઠાતા મારે ભાઈ છે-૧૨ - પુણ્યપ્રભાવથી મારી કિંકરી થઈ છે, ને સાત સાંકળથી બાંધી 44 xxx x x--13. * મારી પાસે, તે ભાઇએ આપેલાં કોટિ મૂલ્યનાં દશ રત્ન છે, ને તે ઘરમાં છે, ત્યાંથી આવીને તારે લઈ જવા--૧૪ . + રિજવવા આ બાકીનાં અંશ છે તે અગમ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust