________________ 150 હે રાજા! તમારે પુત્ર આવશે, થોડાજ દિવસમાં આવશે, કેમકે ચંદ્રમાં ચર લગ્નમાં છે–૬૦ ચર લગ્ન, અને ચરાંશમાં ચતુર્થ ચંદ્રમા હોય તો પ્રવાસી શીધ્ર ઘેર આવે છે એમ જાણવું-૬૧ પાંચ દિવસમાં દેવદત્તની સાથે આવશે, ગમે ત્યાંથી પણ આવશે, માટે વૃથા શોક ન કર–૬૨ આખા પુરસમેત અંતઃપુર અતિદુ:ખરૂપ થઈ રહ્યું, અને સુતદુઃખથી દુઃખ પામતે રાજા પિતાને જન્મ પણ નિંદવા લાગ્ય–૬૩ - ગભદ્ર, સગર, દશરથ, શ્રીમાન શ્રેણિક, નાગ નામને રથિક, પ્રસન્ન નૃપતિ, શસ્વૈભવ સૂરિ, જ્ઞાનાઢય હરિભદ્રસૂરિ, મુનિ, ધાત્રી ધવકણિક, એ સર્વે મહા ગાંભીર્યવાળાં છતાં પુત્રપ્રેમથી મોહ નથી પમ્યા શું?–૬૪ સુતસંગથી વધારે સારુ અમૃત પણ નથી, ને તેના વિરહથી બીજું વિષ પણ નથી–૬૫ પિતાના ઉત્તમ સુતને માટે બહુ વિલાપ કરતો રાજાને જોઈ વિદ્વાનોએ તેને સમજાવ્યો કે જે સત્પષ છે તેને આ શક ન ઘટે–૬૬ * સંપત્તિમાં જેને હર્ષ નથી, વિપત્તિમાં શોક નથી, ને રણમાં ભીસ્તા- - નથી, એવા ત્રિભુવનના અલંકાર રૂપ પુત્ર તે જનની વિરલજ જણે છે–૬૭ નાળીએરમાં જલની પેઠે જે થવાનું તે થાયજ છે, હાથીના પેટમાં ગયેલા કઠાના ગરની પેઠે જે જવાનું તે જાયજ છે-૬૮ વાંછાની પરિપૂર્તિ થતી નથી, એ મારા કર્મને દેશ છે, દિવસે ઘુવડ દેખતો નથી એમાં સૂર્યને દેષ નથી–૬૯ અમને અમારા ધાર્યા પ્રમાણે મળતું નથી તેમાં હે પ્રભુ! તમારે દેષ નથી પણ અમારાં કર્મને દેશ છે, દિવસ છતાં પણ જે ઘુવડને સુઝતું નથી તે તેમાં સહસ્ત્રકિરણવાળા સૂર્યને શે દેષ છે!!–૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust