________________ 106 અથવા કેવલ ભાવરૂપ ભક્તિથી શ્રી જિનદેવ છેક સ્વર્ગ મુકિન્ન પર્યંત પણ આપી દે છે, તો તમે આવા કઠોર હૃદયવાળાં થઈ મારા ઉપર કેમ કૃપા કરતાં નથી–૧૮ ( આ પ્રમાણે વચન સાંભળીને વિજયા બેલી કે ભોજરાજ ! સાંભળે, ભાવથી તે સર્વ દેવતા પ્રસન્ન થાય છે જ, પણ અભિમાનથી થતા નથી–૧૯ ચર, સ્ત્રીથી જ જીવનારા, વિપ્ર, થાન, કસેવક, કુશિષ્ય, નડારી સ્ત્રીઓ, કૃતઘ, પરવંચક, લાંચ લેનાર, તલરક્ષક, કુમિત્ર, ફૂટ બોલનારા, સ્વકાર્યસાધક, સ્વામિદ્રોહ કરનારા, કુમંત્રી, એ સર્વ જેવાં છે તેવાં, હે ભેજરાજ ! અમે સ્વામિવંચક નથી, અમે તે શ્રી વિક્રમાર્ક ભૂપાલના ગુણમાત્રનું જ કીર્તન કરનાર છીએ–૨૦–૨૧-૨૨ બલિ, પૂજા, ઉપહાર, માયાવચન, એ સર્વથી કે કશાથી અમે વિક્રમાર્કના ગુણોત્કર્ષને તજીએ તેમ નથી–૨૩ ગુણજ્ઞ એવા સ્વામીને તજી જે અધમ સેવકે અગુણજ્ઞને આશ્રય કરે છે તેમનું સાતે સૂત્રમાં કહીં પણ સ્થાન કહ્યું નથી–૨૪ | વિક્રમાદિત્ય રાજા જે ઔદાર્યગુણને ભંડાર હતો, અને જેણે આ ખા ભૂમંડલનું દારિદ્રય ફેડયું તેની વાત ક્યાં !-25 તેનાં સિભાગ્ય, ઔદાર્ય, દાન, શાંતિ, પરાક્રમ, ગાંભીર્ય, સાહસ, એ તેનાં તે તેનાંજ, બીજામાં તેવાં હોઈ શકે નહિ૬ * ત્યારે ભેજરાજે જયકારિણી એવી જયાને કહ્યું કે એવા કરી વિક્રમભૂપાલનું ઔદાર્ય કેવું હતું ?-27 તેનું વર્ણન તમે કરે, કેમ કે મને તે સાંભળવાનું કેતુક છે. એવું સાંભળી પૂતળીએ ભેરાજાને કહેવા માંડયું-૨૮ હે ભેજ મહારાજા ! સાંભળો. શ્રી વિક્રમનું ચરિત્ર અતિ અદ્ભુત છે, તે કાને પડતાં ત્રણે લોક માથું હલાવે છે–૨૯ કહ્યું છે કે દેવીના આગળ સો વર્ષથી કોઈ યજ્ઞ હેમ્યાં કરતો હતો છતાં દેવી પ્રસન્ન થતી ન હતી, તેની વિનતિ સાંભળતાં રાજાને એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust