________________ 109 ' ગુરુએ શિષ્યનું આ કામ જોઈ મનમાં શોચ કર્યો કે પાણી સૂકાઈ જશે ત્યારે આ કામે બહુ જીવની હાનિ થશે--પ૬ | ગુરુનું વચન સાંભળીને તે વખતે શિષ્ય શાપ દીધું કે જે મારૂં તપ નિર્મલ હોય તો આમાંથી પાણી ખૂટશો નહિ--પ૭ છે. આ તીર્થમાં સાગવૃક્ષ અને પક્ષમાં કાગડો એ કદાપિ થશે નહિ; તે પ્રકારે એ સ્થાનનું પાણી અદ્યાપિ જેવું ને તેવું આશ્ચર્યકારક છે-૫૮ * ગજ ઉપર પુત્તલિકાયુક્ત એક મહા દેવતા છે ત્યાં હે સ્વામિનું જગતું ને આશ્ચર્ય પમાડનારૂં મહા દિવ્ય થાય છે--૫૮ - જે સત્યવાદી હોય, પરદારપરામુખ હોય, કુલદ્રયવિશુદ્ધ હોય, પદ્રવ્યને ન હરનાર હોય, તે નિર્ભય થઈ હરિતભિત્તિની વચમાં જઈ શકે છે, બીજો પાપકારક પાપાત્મા તો વચમાંજ રહી જાય છે.-૬૧-૬૨ શત્રુંજય તીર્થને નમન કરીને હું દેવપત્તન જ્યાં ચંદ્રપ્રભાસ નામનું ત્રિભુવનવિખ્યાત ક્ષેત્ર છે ત્યાં ગયો.-૬૨ : " - ત્યાં તેત્રીશ કોટિ દેવ નિરંતર વાસ વસે છે, સોમેશ્વર મહાદેવ વિઘમાન છે અને સરસ્વતી અને જલનિધિને ત્યાં સંગમ છે-૬૩ વળી ચંદ્રકાંતની બનાવેલી એવી ચંદ્રપ્રભ જિતેંદ્રની ત્યાં પ્રતિમા છે જે વિષય વિનાશિની છે, તેની પૂજા મેં ભક્તિપૂર્વક કરી-૬૪ - તેના સ્નાનના જલથી સ્થાવર અને જંગમ હરેક જાતનું વિષ, સૂર્યોદયથી અંધકારની પેઠે, તુરત નાશ પામે છે-૬૫ " ત્યાંનાં તીર્થમાત્રને નમસ્કાર કરીને હું મંગલપુર કે જ્યાં શ્રી પાર્થ નાથને પર્વતતુલ્ય પ્રાસાદ છે ત્યાં ગયે-૬૬ - નવપલ્લવ દેવની, ત્યાં પાપનાશિની પ્રતિમા છે જે અતિ તેજોમય છે, અને પિતાના ઉત્તમ પ્રભાવે કરીને સંસારના ભયને નાશ કરવાવાળી છે.-૬૭ તેની મેં પરમાનંદથી પૂજા કરી ને ત્યાંના અર્ચને પૂછયું કે આ નવપલ્લવ કેમ છે?--૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust